Uncategorized

પહેલીવાર સામે આવી ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ફેમેલી ની તસવીરો..અહીંયા ક્લિક કરી ને જુઓ…

અમદાવાદઃ મોરારીબાપુ….. નામ સાંભળતા જ તરત જ એક શાંત અને સુંદર ચહેરો મગજમાં આવી જાય છે. આજે ગુજરાતમાં એક પણ વ્યક્તિ એવી નથી કે જે સંત મોરારીબાપુને જાણતી ન હોય. હજારો લોકોને જીવવાની વાસ્તવિક સંભાવના આપનાર મહાપુરુષની આજે 75મી જન્મજયંતિની ઉજવણી છે.

લોકો રામ અને રામાયણની વાર્તા જોવા માટે ભેગા થાય છે, જે સૌથી મુશ્કેલ પ્રશ્નોના સરળ જવાબો આપે છે. મોરારીબાપુનો જન્મ મહુવાના તલગાજરડામાં વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેનું નામ સાવિત્રીબેન હતું.

તેમના પિતાનું નામ પ્રભુદાસ હતું તેમની અટક હરિયાણી હતી, બાપુએ તેમના જીવનની શરૂઆતના સમયથી જ ધાર્મિક સંસ્કારો મેળવ્યા હતા. તેમના ત્રિભુવનદાસના દાદા રામ ભક્ત હતા. મોરારીબાપુએ અત્યાર સુધીમાં 880 રામકથા પૂર્ણ કરી છે.

રામચરિત્રને સરળ ભવ્ય, પ્રાકૃતિક અને પ્રાકૃતિક રીતે રજૂ કરનાર 75 વર્ષના બાપુની સરળ શૈલી અપ્રતિમ છે. તેઓ ગરીબ અને ઉંચા-નીચા વચ્ચેનો ભેદ રાખતા નથી. તેઓ નીચે બેસીને નિયમિત લોકો સાથે ભોજન પણ કરે છે. ખેડૂતના ખેતરમાં શબપેટી પર બેસીને પણ તે માંસ ખાય છે. (તસવીરમાં મોરારીબાપુ અને તેમના પત્ની નર્મદાબેન અને પુત્ર પાર્થભાઈ અને તલગાજરડા ખાતે બાપુની ત્રણ પુત્રીઓ છે)

મોરારિબાપુના દાદાજી ત્રિભુવનદાસનો રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. મોરારીબાપુ તલગાજરડાથી મહુવા ચાલતા સ્કૂલે જતા હતા. પાંચ કિલોમીટરના આ રસ્તામાં તેમણે દાદાજી દ્વારા બતાવવામાં આવેલ પાંચ ચોપાઈઓ રોજ યાદ કરવી પડતી હતી,

આ નિયમને કારણે તેમને ધીરે ધીરે સંપૂર્ણ રામાયણ મોઢે થઈ ગઈ. દાદાજીને જ બાપુએ પોતાના ગુરુ માની લીધા હતા.

14 વર્ષની ઉંમરે મોરારિબાપુએ પહેલીવાર તલગાજરડામાં ચૈત્ર માસ 1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો હતો. વિદ્યાર્થી જીવનમાં તેમનુ મન રામકથામાં વધુ લાગ્યુ હતું. તેઓ પછી મહુવાની એ જ પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા હતા. રામકથામાં એટલાં મગ્ન થઈ ગયા હતા કે તેમણે પાછળથી નોકરી છોડી દીધી હતી.

ધીમે ધીમે મોરારિબાપુની ખ્યાતિ વધતી ગઈ. તેમની કથા જ્યાં પણ હોય લોકો એકચિત્તે સાંભળતા હતા. મોરારિબાપુ મહુવા, ભાવનગર ઉપરાંત ગુજરાતના અનેક શહેરોમાં રામકથા કરવા લાગ્યા. ગુજરાત બહાર પણ બાપુની કથાના આયોજન થવા લાગ્યા. એટલું જ નહીં વિદેશમાં પણ યજમાનો કથા માટે મોરારીબાપુને બોલાવતા થયા.

મોરારિબાપુની વાણીમાં સદાય અમૃત રસ વહેતો હોય છે, મોરારિબાપુના મુખેથી નીકળતી રામ નામની ચોપાઈ સાંભળવા લોકોનું મન ઉત્કષ્ટ રહેતું હોય છે, મોરારીબાપુને શાસ્ત્રોમાં ખુબ જ હેત છે.

એટલું જ નહીં મોરારિબાપુએ હજારો લોકોને વ્યસનથી મુક્ત કર્યા છે, બાપુએ સમાજને હિતમાં અનેક સેવા કાર્યો કર્યા છે. બાપુ તેમના શિષ્યોને કહે છે કે સેવા કરવી હોય તો દુઃખિયાના આંસુ લૂછો, સદાવ્રત ખોલો, સમાજને ઉપયોગી એવા કાર્યોમાં ધન વાપરો જેથી મારો રામ રાજી થશે.

મોરારિબાપુના લગ્ન નર્મદાબેન સાથે થયા. તેમને ચાર બાળકો છે, જેમાં ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. પહેલા તો પરિવારના ગુજરાન માટે રામકથાથી મળનારુ દાન

સ્વીકારી લેતા હતા. પરંતુ જ્યારે આ ધન વધુ પ્રમાણમાં મળવા લાગ્યુ તો તેમણે નિર્ણય કર્યો કે તેઓ કોઈ પણ પ્રકારનું દાન નહી સ્વીકારે. આ વાત તેઓ આજ સુધી નિભાવી રહ્યા છે.

મોરારિબાપુ કથા કરવા માટે વર્ષ 1977થી એક રૂપિયો નથી લેતા. તેમનું માનવું છે કે જે પણ કાંઈ છે, એ સમાજનું છે અને હું સમાજને સામે આપું છું. કથા દ્વારા મોરારિબાપુએ અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટોને મોરારીબાપુએ કરોડો રૂપિયા ભેગા કરી આપ્યા છે.

મોરારિબાપુ કથા ના ચાલતી હોય એ દરમિયાન મૌન પાળે છે. એટલું જ નહીં તેમના તલગાજરડા ખાતેના આશ્રમમાં કોઈ કાર્યક્રમ હોય તો તેઓ મૌન રહીને જોવા અને સાંભળવાનું વધુ રાખે છે.

મોરારિબાપુને કલા અનેસા હિત્યમાં ઉંડું જ્ઞાન છે. તેમના વતન તલગાજરડા સ્થિત આશ્રમમાં લોકસાહિત્યકારોને ચિત્રકુટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે. આ ઉપરાંત અસ્મિતા પર્વની પણ ઉજવણી થાય છે, જેમાં દેશના ખ્યાતનામ લોકો ભાગ લે છે.

પોતાની અનોખી શૈલીથી કથા કરવાને લીધે તેમની દરેક કથામાં નવિનતા હોય છે. વૃદ્ધો તો ખરા જ પરંતુ યુવાનોનો પણ બહોળો વર્ગ રામકથા પ્રત્યે આકર્ષિત થયો એ બાપુની વાણી અને અદ્દભુત શૈલીનો જ તો પ્રભાવ છે.

મોરારિબાપુના ખભા પર રહેનારી ‘કાળી શાલ’ને વિશે અનેક માન્યતા પ્રચલિત છે. એક માન્યતા એવી પણ છે કે કાળી શાલ હનુમાનજીએ પોતે પ્રગટ થઈને ભેટ ધરી છે. પણ મોરારિબાપુનું કહેવુ છે કે આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે ન તો કોઈ ચમત્કાર. મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે, તે મને ગમે છે, તેથી જ હું આ શાલને ખભા પર રાખું છુ.

મોરારિબાપુ સાદુ ભોજન ગંગાજળમાંથી બનાવેલી રસોઇ જમે છે, પણ બાપુને મરચાના ભજીયા અને વણેલા ગાંઠીયા પ્રિય છે.

બાપુએ મહુવાની ટોકિઝમાં ‘પાકિઝા’ ફિલ્મ જોયેલી. બાપુને ગમતા ગીતો ‘ચલતે ચલતે’, ‘પગ ઘુંઘરું બાંધ મીરા’, ‘હર દિલ જો પ્યાર કરેગા’, ‘જાને કહા ગયે વો દિન’નો સમાવેશ થાય છે.

ચિત્રકુટ ધામ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નદીઓના તળ ઉંડા કરવા, ચેકડેમ સફાઈ, નદી-નાળાનો કાપ કાઢવા જેવા સમાજલક્ષી કાર્યો કરવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published.