ઘોઘાના ઝાંચીવાડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લગ્નના 38 દિવસ બાદ જ પુત્રીએ જીવન ટુંકાવતાં ચકચાર મચી ગઈ હતી. યુવતીનું નામ શીતલ પરમાર હતું અને તે ઘોઘામાં રહેતી હતી. 23 જાન્યુઆરીના રોજ તેના માતા-પિતાએ ખૂબ ધામધૂમથી તેના લગ્ન કરાવ્યા બાદ તેને સાસરે મોકલી દીધી હતી.
બધું બરાબર ચાલી રહ્યું હતું. લગ્નને માત્ર 38 દિવસ થયા હતા. શીતલ તેના પિયરમાં હતી અને ત્યાં જીવનનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને શીતલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. લગ્નના 38 દિવસ બાદ દીકરીએ જીવન ટુંકાવતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
જ્યારે દીકરી સાસરેથી પિયર આવી ત્યારે પરિવારને પણ દીકરીને કોઈ તકલીફ હોય તેવું ન લાગ્યું અને અચાનક દીકરીએ આવું પગલું ભરતાં ચકચાર મચી ગઈ હતી.
પ્રાથમિક તાપસમાં કોઈ કારણ બહાર આવ્યું નથી. યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું હશે. માતા-પિતાએ દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા અને તેને સાસરે મોકલી દીધી, પરંતુ દીકરીનું જીવન માત્ર 38 દિવસ જ ચાલ્યું અને દીકરીએ આ દુનિયાને અલવિદા કહી દીધું.