Uncategorized

એક જ પરિવારના ૧૧ લોકોએ ૨૩ વખત એકબીજા સાથે જ કર્યા લગ્ન અને પછી લીધા તલાક, કારણ જાણી વિશ્વાસ નહીં આવે

ચીન માં લગ્ન અને છૂટાછેડા વિષે નો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેણે પણ તેના વિશે સાંભળ્યું છે તે રહી ગયા હેરાન. હકીકતમાં એક જ પરિવારના ૧૧ લોકોએ અંદરોઅંદર એકબીજા સાથે જ ૨૩ વખત લગ્ન કર્યા પરંતુ બાદમાં ૨ અઠવાડિયા ની અંદર જ આ તમામે એકબીજા થી છૂટાછેડાં પણ લઈ લીધા.

સરકારી યોજના નો લાભ મેળવવા માટે કર્યા હતા લગ્ન

મીડિયા ના અહેવાલ અનુસાર સરકારી યોજના નો લાભ મેળવવા માટે એક પરિવારના લોકોએ અંદરોઅંદર એક-બીજા સાથે જ લગ્ન કર્યા હતાં. આ વાતની શરૂઆત ત્યારે થઈ જ્યારે

ઝેજિયાંગ પ્રાંતના લિશુઈ શહેર માં રહેનારા પેન નામના શખ્સને સરકાર ની શહેરી નવીનીકરણ વળતર યોજના વિષે ખ્યાલ આવ્યો. આ યોજના મુજબ સ્થાનિક નિવાસીઓએ ઓછા માં ઓછા ૪૦ વર્ગ મીટરના એક અપાર્ટમેન્ટ આપવાની રજૂઆત કરવામાં આવી હતી. પછી તેમની પાસે કોઈ સંપત્તિ હોય કે ન હોય.

પેને તેમની પત્નીને છોડયા બાદ સગી સાળી અને સગી બહેન સાથે પણ કર્યા લગ્ન

પેને આ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે એક યોજના બનાવી અને પોતાની પૂર્વ પત્ની સાથે ફરીથી લગ્ન કરી લીધા જેની સાથે તેણે વર્ષ ૨૦૧૧ માં છૂટાછેડાં લીધાં હતા. આ બાદ

સરકારી યોજના હેઠળ તેને અપાર્ટમેન્ટ મળી ગયું. ત્યાર પછી માત્ર ૬ દિવસ બાદ તેણે પોતાની પૂર્વ પત્ની ને છૂટાછેડાં આપી દીધાં હતા. પેનની લાલચ વધી ગઈ અને વધારે અપાર્ટમેન્ટ લેવા માટે પોતાની સાળી સાથે તો સમજ્યા પરંતુ તેને પોતાની સગી બહેન સાથે પણ લગ્ન કરી લીધાં.

ચીનની એક વેબસાઈટ “પીપલ્સ ડેઈલી” ના જણાવ્યા મુજબ પેન ના અન્ય સંબંધીઓ પણ આ છેતરપિંડી માં શામેલ થઈ ગયાં. ત્યાં સુધી કે તેના પિતા અને માતાએ પણ લગ્ન કરી લીધાં

હતા. આમ કરીને તેમણે ગામના નિવાસીઓના રૂપમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું અને બાદ માં છૂટાછેડા લઈ લીધા. પરંતુ આવાસ યોજનાના અધિકારીઓને આખરે આ છેતરપિંડી વિષેની જાણકારી મળી ગઈ.

એક જ સરનામાં ના કારણે ઝડપાયું આખું કૌભાંડ

જયારે અધિકારીઓએ તપાસ કરી તો જે ૧૧ લોકોએ લગ્ન કર્યા હતા તેમનું સરનામું એક જ હતું અને તેમના સંબંધોનો પણ ખુલાસો થયો હતો. ત્યાર બાદ તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલમાં ચાર લોકોને પોલીસ અટકાયતમાં રખાયા છે જ્યારે અન્ય લોકોને જમાનત પર છોડી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *