આજના આધુનિક સમયમાં પણ એવા ઘણા લોકો છે જેઓ પોતાનો ઘણો સમય અન્ય લોકોની સેવા કરવા અને અન્ય લોકોની સેવા કરીને માનવતા દર્શાવવા માટે ફાળવે છે. ઘણા લોકો શિક્ષણ, અન્નદાન, અંગદાન અને રક્તદાન જેવા દાન દ્વારા ઘણા લોકોના જીવન બચાવે છે.
તો હવે સેવાનો સમય ચાલી રહ્યો છે, આજે આપણે આવા જ એક વ્યક્તિ વિશે વાત કરીશું, આ વ્યક્તિએ માનવતા બતાવવા માટે પોતાનો લાખો રૂપિયાનો પગાર છોડીને બીજાની સેવા કરવાનું નક્કી કર્યું, આ વ્યક્તિ લોકસમર્પણ બ્લડ બેંકના સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર છે. . તેમનું નામ ડૉ. સનમુખ જોશી, તેથી જ તેઓએ આ સેવા કરવાનું નક્કી કર્યું.
ડો. સનમુખ જોશીનો વાર્ષિક પગાર ૧૮ લાખ રૂપિયા હતો એટલે તેમને આ પગાર નહિ લઈને સેવા આપવાનું હાલમાં નક્કી કર્યું હતું, જયારે દેશમાં કોરોના આવ્યો ત્યારથી જ તેઓએ નક્કી કરી લીધું હતું કે હું લોકોની સેવા કરીને માનવતા મ્હેંકાવીશ, તેથી આજે તેઓ આ કામ કરવા માટે અડધી રાત્રે પણ તૈયાર થઇ જાય છે અને લોકોની સેવા કરે છે.
ડો. સનમુખ જોશી મૂળ જૂનાગઢના આરેણ ગામના વતની હતા, ડો. સનમુખ જોશીએ પ્રાથમિક અભ્યાસ તેમના ગામમાંથી જ કર્યો હતો, ડો. સનમુખ જોશીએ એમએસસી પીએચડીના અભ્યાસ પછી યુકેમાં ટ્રેનિંગ લીધી હતી.
ડો. સનમુખ જોશીએ ઈમ્યુનો હીમેટોલોજીનો અભ્યાસ પૂરો કરીને આગળ જુદી જુદી જગ્યાએ કામ કર્યું હતું અને આજે તેઓ ૭૬ વર્ષની ઉંમરમાં પણ લોકોની સેવા કરીને માનવતા મહેકાવી રહ્યા હતા.