આપણે બધા જાણીએ છીએ કે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. દરરોજ ફક્ત એક ગ્લાસ દૂધ તમને તંદુરસ્ત બનાવી રાખવામાં તમારી મદદ કરી શકે છે. દૂધ શરીર માં કેલ્શિયમ ની માત્રા ને પૂરી કરવામાં આપણી મદદ કરે છે. શરીર માં જો કેલ્શિયમ ની માત્રા ભરપૂર હોય તો મનુષ્યના હાડકા પણ મજબુત રહે છે.
પરંતુ દૂધ માં જો તમે ગુંદ મેળવીને પીવો છો તો તે વધારે લાભદાયક માનવામાં આવે છે. ગુંદ ને અંગ્રેજી માં Tragacanth Gum ના નામ થી ઓળખાય છે. આ એક વનસ્પતિ ઔષધી છે જેમાં ના તો કોઈ સ્વાદ અને ના તો કોઈ ગંધ હોય છે. આ સ્વાદહીન, ગંધહીન, ચીકણું અને પાણી માં સહેલાઈથી મિશ્રિત થઈ જાય તેવું પ્રાકૃતિક ગુંદ છે. આ પીળા અને સફેદ રંગ માં મળે છે.
વૃક્ષ થી નીકળેલી સુકી ગુંદ થી તૈયાર કરેલી આ ગુંદ માં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વ મળે છે. કહેવાય છે કે તેને દૂધ માં મેળવીને પીવાથી તમને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થી છુટકારો મળે છે. તો આવો જાણીએ કે દૂધ માં ગુંદ મેળવીને પીવાના 5 ફાયદાઓ વિશે.
જો દરરોજ દૂધ ની સાથે ગુંદ મેળવીને પીવો તો તમે તમારી શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ બંને પ્રકારની ક્ષમતાઓ ને વધારવામાં મદદરૂપ થાય છે. તેનાથી થાક દુર થાય છે.
જો તમને ઓછી ઊંઘ આવે છે અથવા બિલ્કુલ ઊંઘ નથી આવતી તો રાત્રે ઊંઘતા સમયે ગરમ દૂધ માં ગુંદ મેળવીને પીવો.એવું કરવાથી ઊંઘ પણ સારી આવે છે અને તમે રિલેક્સ પણ અનુભવો છો.
પાચન ક્રિયા ને સારી બનાવી રાખવા માટે દૂધ માં ગુંદ મેળવીને પીવો એક સારો ઉપાય છે તેનાથી કબજિયાત ની સમસ્યા પણ દુર થાય છે.
દૂધ થી તમને પ્રોટીન અને કેલ્શિયમ ના સિવાય અન્ય જરૂરી પોષક તત્વ પણ મળે છે. ગુંદ આપણી રોગ પ્રતિકારક ક્ષમતા ને વધારવામાં આપણી મદદ કરે છે. બંને ને જો મિલાવી દેવામાં આવે તો તે એક સારો તંદુરસ્તી નો વિકલ્પ સાબિત થાય છે.
દુધ માં ગુંદ મેળવીને પીવાથી તણાવ પણ દુર રહે છે. તે તણાવ દુર કરવામાં એક સારો ઉપાય માનવામાં આવે છે. આ ઉપરાંત હલકા નવશેકું દૂધ માં ગુંદ મેળવીને પીવાથી પ્રજનન ક્ષમતા વધે છે અને શુક્રાણુઓ ની સંખ્યા માં પણ વૃદ્ધી થાય છે.
ગુંદ માં પ્રોટીન અને ફોલિક એસીડ ની માત્રા વધારે હોય છે જે શરીર માં હાજર લોહી ને ગાઢ કરવામાં આપણી મદદ કરે છે. તે શરીર માં થઈ રહેલા લોહીની ઉણપ ને દુર કરે છે.
જો તમે ગુંદ ની સાથે મહેંદી ના ફૂલ ને પીસીને દુધમાં મેળવીને પી લેશો તો માથાના દુખાવાની સમસ્યા દુર થઇ જશે.