જ્યારથી બ્લેડ બનાવવાનું ઉત્પાદન શરુ થયું ત્યારથીજ બ્લેડ માં આ ડીઝાઇન આવે છે. સૌથી પહેલા બ્લેડ બનાવવા ની શરૂઆત જીલેટ કંપની એ કરી હતી જ્યારથી એમણે શરૂઆત કરી ત્યારથી જ બ્લેડ ની વચ્ચે આવી જ ડીઝાઇન રાખવામાં આવે છે
આ વાત ની પાછળ સાવ એક સામાન્ય કારણ છે અને એ છે કે સૌથી પહેલા જે સેવિંગ કરવા માટે રેઝર આવતા હતા તે રેઝર માં આ શેપ વાળી બ્લેડ જ ફીટ આવતી હતી. આ કારણે પછી બ્લેડ ની વચ્ચે એક જ જે ફિક્ષ ડીઝાઇન છે તે રાખવાનું નક્કી થયું હતું.
આ પછી બ્લેડ ના ઘણા ડીઝાઇન બહાર પડ્યા પણ અમુક રેઝર માં તે ફીટ ન આવ્યા અને પછી ઘણો માલ વેસ્ટ જતો હોય એવું થયું. જીલેટ પછી ઘણી બ્લેડ બનાવવાની કંપની આવી અને દરેક એ કઈ નવું લાવવાનો પ્રયાસ કર્યો પણ અમુક રેઝર માં ફીટ આવે અને અમુક માં ન આવે આવી સમસ્યા ઓ થવા લાગી.
આ કારણના લીધે પછી કસ્ટમર ને પણ પ્રોબ્લેમ થાય અને માલ પણ વેસ્ટ જાય એ પણ ફક્ત એક શેપ ના લીધે. પછી દરેક કંપની એ આ ડીઝાઇન જ રાખવાનું નક્કી કર્યું આ ડીઝાઇન દરેક રેઝર માં ફીટ આવી જાય છે. પછી એ જુનું હોય કે નવું. જેના લીધે અલગ અલગ રેઝર માટે અલગ બ્લેડ ગોતવાની માથાકૂટ કરવી નથી પડતી જેના લીધે કસ્ટમર ને પણ સંતોષ રહે છે અને કંપની ને પણ માલ વેસ્ટ જતો નથી.