સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો ચાહકવર્ગ આખી દુનિયામાં ફેલાયેલો છે અને તેમના જીવનની દરેક અપડેટ ચાહકો સુધી પહોંચતી રહે છે. બિગ બી પણ તેમના સોશિયલ મીડિયામાં ખુબ જ સક્રિય રહે છે અને ચાહકો સાથે પોતાના જીવનની અપડેટ શેર કરતા રહે છે.
તેમની પોસ્ટ સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ થઇ જાય છે અને લોકો પણ ઢગલાબંધ કોમેન્ટ કરે છે, અમિતાભ પોતાનું સુખ દુઃખ પણ સોશિયલ મીડિયા દ્વારા વહેંચતા હોય છે.
ત્યારે હાલમાં જ બિગ બીએ પોતાના સોશિયલ મીડિયામાં ખુબ જ ભાવુક કરી દેનારી પોસ્ટ કરી છે. હાલમાં તે ખુબ જ દુઃખી છે, કારણ કે ઉંમરના આ પડવામાં તેમનો સૌથી નજીકનો સાથી આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યો ગયો છે. અમિતાભ બચ્ચાને જણાવ્યું કે તેમના પાલતુ શ્વાનનું નિધન થયું છે. એટલું જ નહિ પોતાના શ્વાન સાથે પોતાની તસવીરો શેર કરતા તેમણે એક ભાવુક કરી દેનારી પોસ્ટ પણ લખી છે.
બિગ બી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે પોતાના નાના સાથીને ખોળામાં લઈને પ્રેમ કરતા નજર આવી રહ્યા છે. આ તસ્વીરને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા બિગ બીએ લખ્યું છે કે, “અમારા માટે નાનો દોસ્ત, કામની ક્ષણ. પછી આ મોટા થાય છે અને એક દિવસ છોડીને ચાલ્યા જાય છે.” આ પોસ્ટ સાથે અમિતાભ બચ્ચને એક રડતું ઈમોજી પણ શેર કર્યું છે. આ પોસ્ટ દ્વારા જ બિગ બીના દુઃખનો અંદાજ લગાવી શકાય છે.
અમિતાભની આ પોસ્ટ જોઈને તેમના ચાહકો પણ ભાવુક થઇ ગયા છે. તે બિગ બીની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમને સાંત્વના આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું કે, “પ્રેમની જેમ પાલતુ જાનવર પણ ખુબ જ કિંમતી હોય છે. તો અન્ય એક યુઝર્સે લખ્યું, “આ નિસ્વાર્થ પ્રેમ છે, અને આવો પ્રેમ આજના સમયમાં કોઈ નથી આપતું.” અમિતાભની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે અને લોકો ઘણી બધી કોમેન્ટ કરી રહ્યા છે.