આજકાલ માર્કેટ માં ખુબજ વોટરપ્રૂફ ફોન મળવા લાગ્યા છે જેને જો પાણી માં પણ ડુબાડી દો તો પણ કઈ અસર થતી નથી પણ અત્યારે ઘણા બધા લોકો આવા ફોન નો ઉપયોગ કરતા નથી.વરસાદ માં અથવા તો કોઈ બીજા કારણોસર સ્માર્ટફોન ભીના થાય છે અને બગડી જાય
છે.ઘણા બધા લોકો ને એ ખબર નથી હોતી કે ફોન ભીનો થાય તો શું કરવું જોઈએ અને આ અધૂરા જ્ઞાન ના કારણે ફોન ખરાબ થઈ જતો હોય છે.આજે અમે તમને કંઈક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે તમારા પલળેલા ફોન ને બચાવી શકશો.
સૌથી પહેલા કરી દો સ્વીચ ઓફ :
જ્યારે પણ કોઈ વ્યક્તિ નો ફોન પાણી માં પડી જાય છે ત્યારે તે ચિંતા માં પડી જાય છે અને શું કરવું તેનો ખ્યાલ કર્યા વગર ઉતાવળ માં કઈક ભૂલ કરી બેસે છે.તમને જણાવી દઈએ કે જ્યારે
પણ તમારો ફોન ભીનો થાય તો સૌથી પહેલા તો તેને સ્વીચઓફ કરી દો અને એવી સૂકી જગ્યા પર મૂકી દો કે જ્યાં તે તરત સુકાઈ જાય.કેટલાક લોકો સારી રીતે સુકાયો ન હોય છતાં પણ ફોન ઓન કરે છે આમ કરવાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે અને ફોન ખરાબ થઈ શકે છે.
ભીના ફોન ને રાખો ચોખામાં:
ભીના ફોન ને ખરાબ થતા બચાવવા માટે તેને ચોખાના ડબ્બા માં બંધ રાખો અને ધ્યાન રાખો કે ફોન ચારે બાજુ થી ચોખા માં ઢંકાયેલો હોવો જોઈએ.એક વાત નું ધ્યાન રાખો કે ફોન ને સ્વીચ ઓફ કરીને જ રાખો.બે દિવસો સુધી તેને ચોખાના ડબ્બા માં રહેવા દો આમ કરવાથી ચોખા એ ફોન માનો તમામ ભેજ શોષી લેશે.
ડ્રાયર થી ક્યારેય ન સુકવો:
ફોન ભીનો થયા બાદ તેને સૂકવવા માટે આપણા માના ઘણા બધા લોકો ડ્રાયર નો ઉપયોગ કરતા હોય છે પણ આ રીત ખુબજ ખોટી છે કારણ કે તેમાંથી ગરમ હવા નીકળે છે જેનાથી ફોન ની બોડી અને ડિસ્પ્લે ખરાબ થઈ શકે છે સાથે સાથે ફોન ની સર્કિટ પણ પીગળી શકે છે એટલા માટે ક્યારેય આવી ભૂલ ન કરવી.
બીજા ડિવાઇસ સાથે કનેક્ટ કરતા બચો:
આપણા ફોન માં આપણા ઘણા બધા ડેટા હોય છે અને જ્યારે ફોન પલળી જાય છે ત્યારે આપણે ચિંતિત થઈ જઈએ છીએ કે આપણા ડેટા નું હવે શું કરવું અને તેજ ડર ના કારણે આપણે પાણી
વાળા ફોન ને લેપટોપ સાથે કનેક્ટ કરી અને આપણા ડેટા લેવા જઈએ છીએ.પણ, આ ઉપાય તમારા માટે નુકસાનકારક સાબિત થશે આનાથી તમારો ફોન જ નહીં પણ લેપટોપ પણ ખરાબ થઈ શકે છે.
ભીના ફોન ને ના કરો ચાર્જ:
જ્યારે ફોન ભીનો થઈ જાય તો તેને ચાર્જ ન કરવો જોઈએ કારણ કે જો તમારા ફોન માં થોડો પણ ભેજ હશે તો શોર્ટસર્કિટ થવાની સંભાવના વધી જશે.એટલા માટે ફોન સારી રીતે સુકાઈ જાય પછી જ તેને ચાર્જ કરો.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું,
હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.