BLOGGING Uncategorized

પોલીસે કહ્યું આ છોકરીને લઇને ભાગી ગયો પરંતુ, ૪૩ વર્ષ બાદ સામે આવી વાસ્તવિકતા જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ ૫ વર્ષ ના સમયગાળા સુધી ગાયબ રહે તો તેને મૃત ઘોષિત કરી દેવા માં આવે છે. પરંતુ , હાલ તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે ૪૩ વર્ષ સુધી રહ્યો

ગાયબ અને ત્યાર બાદ આ વ્યક્તિ ના અનેક રહસ્યો ખુલ્યા જે જાણી ને તેની સમ્પૂર્ણ ફેમિલી આશ્ચર્યચકિત થઈ ગઈ. વર્ષ ૧૯૭૨ માં એમોસ શુક જે એકાએક ગાયબ થઈ ગયો.

તેના ગાયબ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી તો એવો અંદાજ લગાવવા માં આવ્યો કે તે કોઈ યુવતી ને લઇ ને ફરાર થઈ ચુક્યો છે. કારણ કે આ સમયે તે તેની પત્ની થી અલગ થઇ ચુક્યો હતો. તેથી પોલીસ દ્વારા આ પ્રકાર ના તર્કો મારવામાં આવી રહ્યા હતા. પરંતુ ,

એમોસ ની ૧૪ વર્ષ ની વય ધરાવતી પુત્રી પેમેલા ને આ વાત પર જરા પણ વિશ્વાસ નહોતો. પેમેલા નું માનવું હતું કે તેના પિતા તેની પુત્રી ને એકલી મૂકી ને ક્યારેય પણ કોઈ સ્ત્રી જોડે ના ભાગે.

જેનું કારણ એવું હતું કે , પેમેલા તેમને ખુબ જ વ્હાલી હતી. પેમેલા એ પોતાના પિતા એમોસ શુક નો કેસ ફરી રિઓપન કરવા પોલીસ ને વિનંતી કરી.

ત્યાર બાદ પોલીસ ની જાંચ પડતાલ માં તેમને ખ્યાલ પડ્યો કે , શુક પરિવાર તે સમયે કાર્ડવિલ કાઉન્ટી નામ ના એક નાના શહેર માં વસવાટ કરતુ હતું અને ત્યાં એક રોડેશ નામ નું તળાવ પણ સ્થિત હતું. ૪૩ વર્ષ બાદ આ તળાવ માં મોર્ડન સોલાર ટેક્નોલોજી દ્વારા જાંચ પડતાલ કર્યા બાદ જાણવા મળ્યું કે આ તળાવ ની ૩૦ ફુટ નીચે એક પીળા રંગ ની ગાડી દટાયેલી હતી.

આ ગાડી ની તપાસ કરતા તેમાંથી એક કંકાલ પણ મળી આવ્યું. આ કંકાલ ને ફોરેન્સિક લેબોરેટરી માં તપાસ કરવા માટે મોકલવામાં આવ્યું.

આ તપાસ બાદ જાણવા મળ્યું કે આ કંકાલ બીજા કોઈ નું નહિ પરંતુ અમોસ શુક નું છે. મિત્રો , આ વાત ૪૩ વર્ષો બાદ સામે આવી કે એમોસ ની લાશ તેના ઘર પાસે આવેલા તળાવ માં જ હતી અને તે ૪૩ વર્ષ પહેલા મૃત્યુ પામી ચુક્યો હતો. આ વાત સામે આવતા એમોસ ના પત્ની ને શંકા ગઈ કે તેના કોઈ દુશ્મને તેમને મારી નાખ્યા હશે.

પરંતુ , તપાસ પર થી સામે આવ્યું કે આ કોઈ મર્ડર ના હતું પણ એક આકસ્મિક ઘટના હતી. કોઈ કારણોસર એમોસ ની ગાડી તળાવ માં ફસાઈ ગઈ અને તે મૃત્યુ પામ્યો.

આ વાત ૪૩ વર્ષ બાદ હાલ સામે આવી રહી છે. એમોસ પોતાના ઘર પાસે જ મૃત્યુ પામ્યો પરંતુ , કમનસીબે ૪૩ વર્ષ સુધી તેના સગા-સંબંધીઓ ને આ હકીકત વિશે જાણ જ ના થઇ. દર વર્ષે આ પ્રકાર ના હજારો કેસ દાખલ થાય છે પરંતુ , આ કેસીસ નો ક્યારેય પણ યોગ્ય ઉકેલ જોવા મળતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *