દિશા પાટણી બોલિવૂડની એ અભિનેત્રીઓમાંથી એક છે જે અભિનય સિવાય બોલ્ડનેસના કારણે ખુબ ચર્ચામાં રહેતી હોય છે.
દિશા પાટણી તેના બોલ્ડ લુક દેખાડવા માટે કોઈ પણ તક છોડતી નથી. તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતી હોય છે. જેને દિશા પાટણીના ચાહકો ખુબ પસંદ કરતા હોય છે.
તેવામાં અભિનેત્રી તેની લેટેસ્ટ તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. દિશા તેની એકથી એક જોરદાર તસવીરો વાયરલ થતી હોય છે પરંતુ આ વખતે જે તસવીર સામે આવી છે તેનાથી ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે. દિશાની આ તસવીરને જોઈને તેના ચાહકો થોડાક હેરાન થઇ ગયા હતા અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
સામે આવેલી લેટેસ્ટ તસવીરમાં જોઈ શકાય છે કે દિશા ઓવર સાઈઝ ટી શર્ટ પહેરેલી દેખાઈ રહી છે અને મોટું બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.
દિશાની આ તસવીર જોઈને પહેલી નજરમાં જ દરેક કોઈ કન્ફ્યુઝ થઇ રહ્યો છે. તેની ટોન્ડ ફિગરને લઈને છવાયેલી રહેવા વાળી દિશાની સાથે એવું શું થઇ ગયું. જોકે તમને જણાવી દઈએ કે દિશાએ તેની ટી શર્ટની અંદર તેના ડોગને રાખેલું છે.
તેના ડોગ સાથે રમતા દિશાએ મસ્તી મસ્તીમાં ટી શર્ટની અંદર રાખી દીધું હતું. અભિનેત્રીનો ક્યૂટ અંદાજ સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અભિનેત્રીના બધા ચાહકો તેમના ઇન્ટાગ્રામ પર શેર કરી રહ્યા છે સાથે સાથે કોમેન્ટ સેક્સનમાં સોશિયલ મીડિયા યુઝર્સ મજેદાર રિએક્શન આપી રહ્યા છે.
જણાવી દઈએ કે દિશા પાટણી અને ટાઇગર શ્રોફ ઘણા સમયથી તેમના રિલેશનની ખબરને લઈને છવાયેલા રહે છે. જોકે અટાયર સુધી બંનેમાંથી કોઈએ તેમના સબંધોએ ઓફિશિયલ નથી કર્યું પરંતુ બંનેના ઘણા ઇન્ટરવ્યૂમાં ઈશારોમાં ઘણું બધું કહી ચુક્યા છે.
દિશા તેની ફિલ્મ કરતા વધારે તેની લેટેસ્ટ તસવીરોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી મોહિત સુરીની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં અભિનેતા જોન અબ્રાહમ અને અર્જુન કપૂર સાથે નજર આવશે.