Uncategorized

શિવજીના પુત્રએ બનાવ્યું હતું આ મંદિર જે દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે, જાણો તેમની પાછળ નું અદભુત કારણ..

આજે અમે તમને એક એવા શિવ મંદિર વિશે જણાવીએ જે દિવસમાં બે વખત સમુદ્રમાં ડૂબી જાય છે. આ રીતે મંદિર ડૂબવાની અને ડૂબી જવાની ઘટનાને જોવા માટે વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે. આ મંદિર ગુજરાતના વડોદરા શહેરમાં પાવે કાવી-કંબોઇ નામના ગામમાં આવેલું છે.

આ પ્રાચીન મંદિરમાં આવતા ભક્તોને ભગવાનના દર્શન કરવા માટે સમુદ્રનું સ્તર ઘટવાની રાહ જોવી પડે છે. દિવસમાં બે વાર દરિયામાં આવતી ભરતી આ મંદિરને તેના પાણીમાં ડુબાડી દે છે અને થોડીવાર પછી ફરી શિવલિંગ દેખાય છે. આ મંદિર અરબી સમુદ્રના કેમ્બે બીચ પર બનેલ છે.

સ્તંભેશ્વર મહાદેવ મંદિર નામે જાણિતું આ વિખ્યાત તીર્થ વિશે શ્રી મહાશિવપુરાણની રૂદ્ર સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અનુસાર આ મંદિર ભગવાન શિવના કાર્તિકેયએ બનાવ્યું હતું.

શિવ ભક્ત તાડકારસુરનો વધ કર્યા બાદ કાર્તિકેય બેચેન હતા, ત્યારે પોતાના પિતા કહેવા પર તેમણે તાડકાસુરના વધ સ્થળ પર આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચું અને 2 ફૂટ પહોળું છે. મંદિરની આ ચમત્કારિક ઘટના ઉપરાંત સુંદર અરબ સાગરનો નજારો પણ અહીં જોવા મળે છે.

 

Leave a Reply

Your email address will not be published.