વાત કરવામા આવે છે મહારાષ્ટ્ર ની કે જ્યાં એક ખેડૂતે આ ત્યોહાર ના દિવસે પોતાના બળદ સામે આરતી ની થાળી મા દોઢ લાખ નુ મંગળસૂત્ર રાખ્યું હતું અને બળદ દ્વારા આ મંગળસૂત્ર ને ગળી લેવા મા આવ્યું અને ત્યારબાદ જે બન્યું તે નવાઈ કરી દે તેવું હતું. મહારાષ્ટ્ર ના
અહમદનગર ના એક ગામ મા એક ખેડૂતે આ ત્યોહાર નિમિતે પોતાના બળદ ને શણગારી ને આખા ગામ ની ગલીઓ મા વટ થી ફેરવ્યો અને ત્યારબાદ તેને ઘરે પૂજન કરવા અર્થે લઇ ને આવ્યો.
આ પૂજા માટે તૈયાર કરેલ થાળી મા તમામ વસ્તુઓ મૂકી અને ત્યારબાદ તેને પોતાની પત્ની નુ મંગળસૂત્ર પણ તે થાળી મા મુક્યું. ત્યારબાદ આ પૂજા ની થાળી મા મુકેલું મંગળસૂત્ર બળદ દ્વારા
ગળી લેવા મા આવ્યું અને ત્યારબાદ આ મંગળસૂત્ર ને પેટ મા થી બહાર કઢાવવા માટે બળદ નુ ઓપરેશન પણ કરવું પડ્યું. આ આખી ઘટના ભલે થોડી વિચિત્ર લાગે પણ આ ઘટના સંપૂર્ણપણે સત્ય આધારિત છે, જેના માટે ખેડૂત ને ઘણી મહેનત કરવી પડી હતી.
૧.૫ લાખ નુ મંગળસૂત્ર બળદ ગળી ગયો
આ ત્યોહાર ના દિવસે બળદ નુ પૂજન અર્ચન કરવા માટે ખેડૂતે થાળી ને બહુ જ સરસ રીતે શણગારી હતી, આ થાળી મા મીઠાઈ સિવાય તેને પોતાની પત્ની નુ સોના નુ મંગળસૂત્ર પણ રાખ્યું હતું. જયારે આ પૂજા ની શરૂવાત કરવામા આવી તેવી જ ત્યાં લાઈટ જતી રહી અને આ માટે તેની પત્ની ઘર મા મીણબત્તી લેવા માટે જાય છે. જયારે તે પાછી ફરે તો થાળી મા
મંગળસૂત્ર જ ન હતું. અંધારા ને લીધે બળદ મીઠાઈ સાથે મંગળસૂત્ર પણ ગળી ગયો, ત્યારબાદ તેને પોતાના પતિ ને જણાવ્યું અને બળદ ના મોઢા મા જોયું પણ મંગળસૂત્ર ન મળ્યું.
મંગળસૂત્ર ને છાણ મા શોધવામા આવ્યું
ગામજનો ની વાત ને માની ને આ ખેડૂતે અઠવાડિયા સુધી બળદ ના છાણ મા મંગળસૂત્ર મળવાની રાહ જોઈ, પરંતુ બળદ ના છાણ માંથી મંગળસૂત્ર ન નીકળ્યું. આ જોઈ ખેડૂત સાથે
ગ્રામજનો પણ નિરાશ થઇ ગયા. આ અઠવાડિયા દરમિયાન ખેડૂત નિયમિત તેના છાણ મા મંગળસૂત્ર ની શોધ કરી પણ મંગળસૂત્ર ન મળ્યું. આ વાત સમગ્ર ગામ મા વાયુ વેગે ફેલાઈ ગઈ અને આખું ગામ આ છાણ મા દોઢ લાખ ના મંગળસૂત્ર ની રાહ જોઈ રહ્યા હતા.
મંગળસૂત્ર ને ઓપરેશન દ્વારા બહાર કઢાયું
ઘણી રાહ જોયા બાદ પણ જયારે બળદ ના પેટ માંથી છાણ સાથે મંગળસૂત્ર ન નીકળ્યું, તો તેને ડોક્ટર પાસે લઇ જવા મા આવ્યો. ડોકટર દ્વારા ૯ સપ્ટેમ્બર ના રોજ તેનું ઓપરેશન કરવામા આવ્યું અને ત્યારબાદ તેની સ્થિતિ હાલ સારી છે.
ડોકટર દ્વારા જણાવવા મા આવ્યું કે મંગળસૂત્ર બળદ ના રેટીકુલમ ની અંદર ફસાઈ ગયું હતું અને જેને ઓપરેશન મારફતે બહાર કાઢવામા આવ્યું હતું. આમ તો બળદ ને કોઈ ટાંકા પણ નથી લેવા મા આવ્યા અને વહેલી તકે તેની હાલત સારી થઇ જશે. આ માટે તેની સાર સંભાળ લેવા મા આવી રહી છે અને તેના માટે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે.