Uncategorized

7 ધોરણ ભણેલા છતાં કરોડો ના માલિક છે ‘ગોવિંદકાકા’ ધોળકિયા, વાંચો તેમની સફળતા ની કહાની વિષે..

સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં 1949માં જન્મેલા ગોવિંદભાઈનો પરિવાર 7 ભાઈ-બહેનોનો હતો. તે પાંચ ભાઈઓમાં ચોથો છે. ભૂતકાળમાં તેમના સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી.

ગોવિંદભાઈ સાત ચોપડીના વિદ્યાર્થી હતા. જો કે, તેના અભ્યાસ ઉપરાંત, તે સ્થાનિક ગામમાં યોજાતા મેળાઓ દરમિયાન પીપુડી, ફુગ્ગા અને અન્ય સમાન વસ્તુઓ વેચીને તેના પરિવારને મદદ કરવા માટે પણ ઉપયોગ કરશે. તે 3 રૂપિયાની પીપોડી લેતો અને 6 રૂપિયામાં વેચતો. પૈસા કમાવવાની મજા આવી.

યુવાનીમાં તેણે ભૂલ પણ કરી હતી. પૈસા કમાવવા માટે તે તેના મિત્રો સાથે જુગાર રમીને ઘરે પાછો ફર્યો હતો. મોતાભાઈને પરિસ્થિતિની જાણ થતાં તેણે ગોવિંદભાઈને માર માર્યો હતો.

બાળપણની ભૂલનો એ લાફો તેમને જિંદગીભર યાદ રહી ગયો અને નક્કી કર્યું કે જીવનમાં અનીતિના રૂપિયાની કમાણી કયારેય કરવી નહી. ગોવિંદભાઇએ આત્મકથામાં કહ્યું છે કે ૬૦ વર્ષના બિઝનેસમાં કયારેય અનીતિ કરી હોય કે કોઇની સાથે વિશ્વાસઘાત કર્યો હોય તેવું યાદ નથી.

વર્ષ ૧૯૬૪ના એપ્રિલ મહિનામાં ગોવિંદભાઇ તેમના મોટાભાઇની સાથે સુરત આવ્યા હતા અને હરિપરા વિસ્તારમાં એક હીરાના કારખાનામાં હીરા ઘસવાનું શરૂ કર્યું હતું. તે વખતે મહિને ૧૦૩ રૂપિયા મળતા હતા. ગોવિંદભાઇ નાનપણથી જ ધાર્મિક સ્વભાવ ધરાવતા હતા. માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેમણે આખી ભગવદ્ ગીતા મોઢે કરી લીધી હતી. માતા-પિતાના સંસ્કાર અને ભગવદ્ ગીતાનો તેમના જીવન પર ભારે પ્રભાવ રહ્યો.

ગોવિંદભાઇ જયારે હીરા ઘસવાનું કામ શીખતા હતા ત્યારે સુરતમાં ડોંગરેજી મહારાજની કથા ચાલતી હતી. તેમને કથા સાંભળવા જવું હતું, પરંતુ શેઠે કહ્યું કે તું જઇશ તો હીરાના ઘાટનું કામ અટકી જશે. કથામાં જવા માટે ગોવિંદભાઇ મોડી રાત સુધી કામ પૂરું કરીને દિવસે ડોંગરેજી મહારાજની કથા સાંભળવા જતા.

ડોંગરેજી મહારાજ એવા કથાકાર હતા કે ભક્તિની વાત કરતા કરતા એટલા ભાવુક થઇ જતા કે તેમની આંખોમાંથી આંસૂ સરી પડતા. ગોવિદભાઇએ આત્મકથામાં કહ્યું છે કે ડોંગરેજી મહારાજની કથામાં સાંભળેલી મુખ્ય વાતો મેં મારા જીવનમાં ઉતારી છે.

ડોંગરેજી મહારાજની એ અમૃતવાણી હતી કે સંતતિ અને સંપતિએ પ્રારબ્ધ અનુસાર મળે છે, તેના માટે પુરુષાર્થ કરવાની જરૂર છે, પાપ કરવાની નહી. બીજું તેમણે કહ્યું હતુ કે જે વ્યકિતને ભાઇમાં એટલે કોઇ પણ સ્વજનમાં જો ઇશ્વર દેખાતા નથી તે દેશસેવા કે દેવસેવા કયારેય કરી શકે નહી. ગોવિંદભાઇ ડોગરે મહારાજને પોતાના આધ્યાત્મિક ગુરુ માને છે.

વર્ષ ૧૯૭૦માં ગોવિંદભાઇએ પોતાની સાથે કામ કરતા બે મિત્રો ભગવાનભાઇ અને વિરજીભાઇ સાથે ભાગીદારીમાં બે કારીગરો સાથે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. એ પછી તેમણે ડાયમંડ ફેકટરી શરૂ કરી અને તેનું નામ આપ્યું શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટસ. જે પછી SRK EXPORTSથી જાણીતી બની.

ગોવિંદભાઇએ કહ્યું કે રામ અને કૃષ્ણ પહેલેથી જ પ્રિય હતા અને શ્રી એટલે લક્ષ્મી એટલે આ નામ રાખ્યું હતું. ડાયમંડનો મોટાભાગનો ધંધો વિદેશમાં હોવાથી ઘણા લોકોએ સલાહ આપી કે આવું ધાર્મિક નામ રાખો તો ધંધો નહીં ચાલશે.

પરંતુ ઇશ્વરમાં અપાર શ્રધ્ધા ધરાવતા ગોવિંદભાઇએ આ જ નામ ચાલું રાખ્યું અને આ કંપનીએ પછી પાછા વળીને જોયું નહી અને સફળતાના એક પછી એક શિખરો પાર કર્યા. આજે SRK EXPORTSનું વસ્તાદેવડી રોડ વિસ્તારમાં વૈશ્વિક કક્ષાનું આધુનિક એમ્પાયર ઉભું છે.

Leave a Reply

Your email address will not be published.