ગુજરાતના પ્રસિદ્ધ ગાયક સ્વ.મણીરાજ બારોટ વિષે તો તમે જરૂર જાણતા હશો, પરંતુ આજે તેમના વિષે નહિ પરંતુ તેમની દીકરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તમને જણાવી દઈએ કે મણીરાજ બારોટની દીકરીઓને માતા-પિતાની છત્રછાયા ન હોવા છતાંય રાજલએ પોતાની બહેનોના લગ્ન ખુબ જ ધામધૂમથી કરાવ્યા હતા.
આટલું જ નહિ પરંતુ તેમના લગ્ન પ્રસંગમાં ઘણા ગુજરાતી કલાકારોએ હાજરી આપીને આ અવસરને શોભાવ્યો હતો. જો કે રાજલની વાત કરવામાં આવે તો તેમણે પણ સંગીતની કળામાં ખુબ જ સફળતા પ્રાપ્ત કરી છે આજે રાજ્યભરમાં તેમનું એક અલગ નામ રહ્યું છે. આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે રાજલ બારોટનાં ઘરે ખુશીઓનો અવસર આવ્યો છે.
તમને જણાવી દઈએ કે રાજલ બારોટએ તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક ખુશના સમાચાર આપ્યા છે. જયારે આ સમાચાર જાણી તમને પણ આશ્ચય થશે કે રાજલ બારોટની બહેનનાં ઘરે દીકરીનો જન્મ થયો છે. જેમ કે ગયા વર્ષે જ બંને બહેનોનાં ધામધૂમથી રાજલ એ લગ્ન કરાવ્યા હતા,
જયારે આ લગ્નમાં રાજલ બારોટએ તેમના પિતાની ખોટ ન વર્તાવા દીધી હતી. જો કે હાલમાં સામે આવેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે રાજલની બહેન તેજલને ત્યાં દીકરીનો જન્મ થયો છે.જયારે આ ખુશીના અવસર પર રાજલ બારોટએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ સોશિયલ મીડિયમાં હજારો ચાહકોએ પણ અભિનંદન પાઠવ્યા છે
તમે વાયરલ તસવીરોમાં જોઈ શકશો કે કંઈ રીતે રાજલ બારોટ પોતાની ભાણીનું સ્વાગત કરી રહી છે, ખરેખર આ તસ્વીરો ખૂબ જ સુંદર છે જેને લોકો વધુને વધુ પસંદ કરી રહ્યા છે.જયારે લોકો જણાવી રહ્યા છે કે રાજલ બારોટને પોતાની બહેનો સાથે રહેલો લગાવ આ તસવીરોમાં સ્પસ્ટ દેખાઈ રહ્યો છે.