Uncategorized

હાડકાંથી લઈને કેન્સર સુધીના રોગોમાં ફાયદાકારક છે લીલી ડુંગળી

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી લીલી ડુંગળી

સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ એટલી જ ફાયદાકારક છે. ઘણા સમયથી લીલી ડુંગળીનો ઉપયોગ ચાઈનીઝ દવાઓમાં કરવામાં આવે છે.

લીલી ડુંગળીમાં સલ્ફર મોટા પ્રમાણમાં મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સાથે જ લીલી ડુંગળીમાં કેલરી ઓછી હોય છે જેથી વજન વધવાનું પણ ટેન્શન નહિ.

લીલી ડુંગળીમાં વિટામિન સી અને વિટામિન બી 2 હોય છે. સાથે જ વિટામિન એ પણ ભરપૂર માત્રામાં મળે છે. આ સિવાય લીલી ડુંગળી કૉપર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઈબર પણ મળે છે.

લીલી ડુંગળીના ફાયદા: બ્લડ પ્રેશર કંટ્રોલ કરે

ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ સારું હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. એટલે જ બ્લડ પ્રેશરના દર્દીઓ શિયાળામાં લીલી ડુંગળીનું સેવન કરે તો ફાયદો થાય છે.

ડાયાબિટીસ કંટ્રોલ કરે

લીલી ડુંગળીમાં ક્રોમિયમનું પ્રમાણ વધારે હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. સાથે જ લીલી ડુંગળી ખાવાથી ગ્લુકોઝ ટોલરન્સ સુધરે છે.

કેન્સરના રોગમાં ફાયદો

લીલી ડુંગળીમાં પેક્ટિકન હોય છે. પેક્ટિકન એક પ્રકારનું ફ્લૂઈડ્સ કાર્બોહાઈડ્રેટ છે જે પેટના કેન્સર માટે લાભદાયી છે.

સંધિવા અને અસ્થમા

લીલી ડુંગળીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટીહિસ્ટામિન ગુણ હોય છે. આ જ કારણે સંધિવા અને અસ્થમા જેવી બીમારીઓમાં આરામ મળે છે.

હાડકાં મજબૂત કરે

લીલી ડુંગળીમાં વિટામિન C અને વિટામિન K હોય છે, જે હાડકાંના વિકાસ અને મજબૂતી આપવામાં ગુણકારી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી

શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *