Uncategorized

ઘરે બેઠા આ 1 બરફના ટુકડાનો સરળ ઉપાય કરો… આટલા રોગો થશે દૂર…

આ બધી બીમારીઓથી દૂર રહેવા માટેના કેટલાક લોકો ડૉક્ટર પાસે જઈ દવા લેતા હોય છે. તેનાથી શરીરને વધારે નુકસાન પહોંચે છે. તો જે તમને 1 સરળ ઉપાય બતાવીશું, જેનાથી તમારા શરીરને કોઈ પ્રકારનું નુકસાન પણ નહીં પહોંચે કે કોઈપણ પ્રકારનો દવાનો ખર્ચ પણ નહીં થાય.

-આ ખાસ ઉપાય છે “બરફના ટુકડા” નો. આ ઉપાય ઘણો અસરકારક ગણાય છે. આ ક્રિયા તમારે બેઠા બેઠા નથી કરવાની તેના માટે જમીન પર સૂઈ જવાનું રહેશે. જેમાં ડોકનો સહારો નથી લેવાનો. એટલે કે પેટના બળે સૂવાનું રહેશે. ત્યાર બાદ એક બરફની નાની ક્યુબ લેવાની છે. તેને ખભા અને ડોકનો જે જોડતો ભાગ હોય છે. ત્યાં મૂકવાની રહેશે. એટલે કે માથાની નીચેની બાજુ પાછળની સાઈડ પર.

– આ ટુકડો તમારે ઓછામાં ઓછી 20 મિનિટ રાખવાનો રહેશે. (જો શરૂઆતમાં તમે આ ટુકડો 20 મિનિટ સુધી ના રાખી શકો તો, તમે જ્યાં સુધી સહન કરી શકો ત્યાં સુધી તે ટુકડો મૂકી રાખવો. જેમ જેમ આ પ્રયોગ કરશો તેમ તેમ આ સમય તમારા માટે વધતો જશે. )

આ પ્રયોગ તમે દિવસમાં એક કે બે વાર કરી શકો છો. ધ્યાન રહે કે પેટ ફુલ ભરેલું હોય ત્યારે આ પ્રયોગ ન કરવું કેમ કે પેટના બળે સૂવાનું હોવાથી પેટ પર ભાર આવવાથી બીજી તકલીફ થઈ શકે છે. એટલા માટે પેટ બહુ ફૂલ કે બહુ ખાલી ન હોય ત્યારે આ પ્રયોગ કરવો. બીજી વાત કે અઠવાડિયામાં 3-4 દિવસ આ પ્રયોગ સવારે, બપોરે કે સાંજે કરી શકો છો.

-બરફનો ટુકડો મોટો લેશો તો તેનાથી વધારે ફાયદો નહીં થાય, તેના માપ પ્રમાણે જ નાનો ટુકડો લેવાનો રહેશે. આ પદ્ધતિ પણ એક્યુપંક્ચરનો જ એક ભાગ ગણાય છે. જેનાથી તમારા શરીરનો થાક ઉતરી જશે, સાથે સાથે ગરદનનો દુખાવો મિનિટોમાં ગાયબ થઈ જશે.

-તે સિવાય બીપી, શ્વાસની બીમારી, અસ્થમા, મેદસ્વીતા, પાચનતંત્ર સુધરવું, ખાસ કરીને મહિલાઓને પીરિયડને લગતી જે કોઈ તકલીફ હોય, તેમાં રાહત આપે છે. બરફના ટુકડાનો ઉપયોગ કરીને તમે ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકો છો.

– કેટલાક લોકો આ વાતથી અજાણ છે કે, આપણા શરીરના પોઈન્ટ દબાવવાથી કોઈપણ બીમારી દૂર થઈ શકે છે. આ પધ્ધતિને એક્યુપ્રેશર કહેવાય છે, અને તેના જેવી જ બીજી પધ્ધતિ છે કે, જેમાં યોગ્ય રીતે શરીરમાં અલગ અલગ પોઈન્ટ પર સોઈ ખૂંચાવવામાં આવે છે જેને “એક્યુપંકચર” કહેવાય છે.

આપણા શરીરમાં 365 પોઈન્ટ્સ છે. જેમાં અલગ અલગ રીતે એક્યુપંક્ચર કરવાથી ઘણા ફાયદા થાય છે. જેમ કે ચક્કર આવવા, સ્ટ્રેસ દૂર, ઉંઘ સારી આવવી, ઉર્જા મળવી, પાચનતંત્રમાં સુધારો, કમરના દર્દ, માથાનો દુખાવો તેમાં ખાસ કરીને ડિપ્રેશનને પણ દૂર કરી શકાય છે. આ પદ્ધતિ દવા અને એક્સરસાઈઝ કરતાં વધારે લાભદાયી બને છે. તેનાથી શરીરમાં કોઈ પ્રકારની આડઅસર થતી હોતી નથી.

પણ આ “એક્યુપંકચર” પધ્ધતિ તમારે ઘર પર એકલા કરી શકાય તેવી નથી તેના માટે અનુભવી વ્યક્તિની જરૂર પડે છે કે, જે આ પધ્ધતિ જાણતી હોય છે. પણ ઉપર બતાવેલી બરફની પધ્દતિ તમે ઘરે બેસીને પણ આસાનીથી કરી શકો છો. તો જરૂર એકવાર બરફની આ પધ્દતિનો ઉપયોગ જરૂર કરો અને જુઓ તેનાથી કેવા કેવા લાભ મળે છે.નોંધ-ગર્ભવતી મહિલાએ એક્યુપંક્ચર કે બરફના ટુકડાવાળો ઇલાજ ન કરવો જોઈએ

Leave a Reply

Your email address will not be published.