મિત્રો , મોટાભાગ ના લોકો ને અમુક વસ્તુઓ મા અમુક પ્રકાર ની પોતાની અલગ પસંદગી હોય છે. જેમ કે રંગ. બધા ને પોતપોતાનો મનપસંદ અલગ-અલગ રંગ હોય છે. પરંતુ , આ રંગ પણ જ્યોતિષશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે એ તમે જાણો છો. તો આજે તમને જણાવીશુ કે રાશિ અનુસાર તમારા માટે કયો રંગ શુભ છે ?
સિંહ :
આ રાશિ ના જાતકો માટે લાલ , પીળા તથા બ્લૂ રંગ ખૂબ જ શુભ ગણવા મા આવે છે તથા કાળો અને લીલો રંગ તમારા માટે નુકશાનકારક ગણાશે.
કન્યા
આ રાશિ ના જાતકો માટે વ્હાઈટ , ગ્રીન , પિન્ક રંગ તમારા માટે અત્યંત શુભ ગણાશે તથા લાલ અને કાળો રંગ તમારા માટે નુકશાનકારક ગણાશે.
તુલા :
આ રાશિ ના જાતકો માટે વ્હાઈટ , બ્લૂ , બ્લેક અને પિન્ક લાભદાયી રંગ ગણાશે અને યેલો તથા ગ્રીન રંગ થી બને તેટલુ દૂર રહેવુ.
ધન :
આ રાશિ ના જાતકો માટે ગ્રીન , યેલો , બ્લૂ અને સપ્તરંગી રંગો અત્યંત શુભ ગણાય છે તથા આ લોકો માટે લાલ તથા કાળા રંગ નો ત્યાગ કરવો આવશ્યક છે.
વૃશ્ચિક :
આ રાશિ ના જાતકો માટે રેડ , યેલો , ઓરેન્જ શુભ રંગ ગણાય છે તથા લીલો રંગ અશુભ ગણાય છે માટે તેનો ત્યાગ કરવો.
મીન :
આ રાશિ ના જાતકો માટે રેડ , યેલો , ઓરેન્જ , પીન્ક અને વ્હાઈટ રંગ શુભ ગણાય છે તથા ગ્રીન અને બ્લેક રંગ અશુભ ગણાય છે. આ રંગ ની વસ્તુઓ ધારણ ના કરવી.
કુંભ :
આ રાશિ ના જાતકો માટે ગ્રીન , બ્લેક , બ્લૂ અને ડાર્ક બ્લૂ રંગ શુભ ગણાય છે તથા વ્હાઈટ અને રેડ રંગ અશુભ ગણાય છે.
મકર
આ રાશિ ના જાતકો માટે ગ્રીન , બ્લેક , વ્હાઈટ અને બ્લૂ રંગ શુભ ગણાય છે તથા પીળૉ અને લાલ રંગ અશુભ ગણાય છે. તેના થી દૂર રહેવુ.
મેષ :
આ રાશિ ના જાતકો માટે લાલ , કેસરી અને પીળો રંગ શુભ ગણાય છે તથા કાળા રંગ થી લોકો ને દૂર રાખવા.
વૃષભ :
આ રાશિ ના જાતકો માટે પિન્ક , કોફી , સફેદ , લીલો રંગ શુભ ગણાશે તથા લાલ રંગ આ લોકો માટે અશુભ રંગ છે.
મિથુન :
આ રાશિ ના જાતકો માટે લીલો રંગ શુભ ગણાશે. આ ઉપરાંત સફેદ રંગ પણ તમારા માટે શુભ ગણાશે. તમારે ડાર્ક લાલ કે ડાર્ક કોફી રંગ થી દૂર રહેવુ. તે તમારા માટે નુકશાનકારક છે.
કર્ક :
આ રાશિ ના જાતકો માટે લાલ , ક્રીમ , સફેદ અને પીળો રંગ શુભ ગણાશે તથા લીલો અને કાળો રંગ અશુભ ગણવા મા આવે છે.