Uncategorized

જો તમે કુળદેવી કે કુળદેવતાને માનતા હોય તો એકવાર જરૂર વાંચો અને શેર કરો આ લેખ…

મિત્રો દરેકના કુળ પ્રમાણે કુળદેવી કે કુળદેવતા હોય છે જેની અસીમ કૃપાથી તમારો પરિવાર સુખ, શાંતિ અને સલામતીનો અનુભવ કરતો હોય છે જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકોના ઘરમાં પણ નહીં જોઈ શકો.

કુળદેવીની કૃપાથી તમારા પરિવારમાં આધ્યાત્મિક તેજ અને સંતોષ જોવા મળશે.

બધા લોકોએ વર્ષમાં એક વખત શક્ય હોય તો અવશ્ય કુળદેવી કે કુળદેવતાની મુલાકાત લેવી જોઈએ આવું કરવાથી તમારા વર્ષ દરમિયાનનો જિંદગીનો થાક ઉતરી ગયાનો અહેસાસ અવશ્ય થશે.

તમને જિંદગીમાં પડતી મુશ્કેલીઓ અને આવનારી મુશ્કેલીઓ માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે.

ખોટા માર્ગે જતાં રોકશે, ખોટા નિર્ણયો લેતાં રોકશે અને સાચા નિર્ણયો માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે.

આ પ્રકારનો અહેસાસ અને અનુભવ ઘણા બધા લોકોને થતો હોય છે આમાં તાર્કિક દલીલને કોઈ સ્થાન નથી.

ઘણા લોકો એવું કહેતા હોય છે કે બધું નસીબથી ચાલે છે તો જ્યારે બીમાર પડો છો તો હોસ્પિટલમાં તમે કેમ જાવ છો? મૂકી દયો તમારી જિંદગીને નસીબના ભરોસે.

દર્દીના ઓપરેશન વખતે એનેસ્થેસિયા જે કામ કરે છે તે આ ભક્તોના દુઃખ વખતે માંની કૃપા કામ કરે છે.

તમને જ્યારે અસહ્ય પીડા થતી હોય ત્યારે સર્જન તમારા ઘરે ના આવે તમારે હોસ્પિટલ જવું પડે તેવી જ રીતે જીંદગીમાં દુખ આવે છે, ઘણા એવા દુઃખ હોય કે ના કહેવાય કે ના સહેવાય આવા સમયે એક જ ઉપાય કુળદેવીનું શરણ.

એટલા માટે જ તેને શક્તિપીઠ ગણવામાં આવે છે કેમકે નવી શક્તિનો સંચાર અને નવા વિચારો આપણને ત્યાંથી મળે છે.

માં કુળદેવી પાસે જવા માટે ઘણા લોકો પાસે સમય નથી તો ઘણા લોકો એમ કહે છે કે ઉંમર થઈ ગઈ.

અરે મિત્રો 365 દિવસમાંથી બે દિવસ પણ તને કોઈ ખોટી જગ્યાએ બગાડયા નથી? પેન્શન લેવા માટે કે બેન્કમાં ટીડીએસનું ફોર્મ ભરતી વખતે તમારામાં શક્તિ ક્યાંથી આવે છે?

કુળદેવી કે કુળદેવતા પાસે જવા માટે વરસમાં બે દિવસ તો સમય કાઢવો જ પડે કેમકે જયારે તમે અશક્ત કે અપંગ હોય ત્યારે તેમની કૃપા જ તમને મદદ કરશે.

આજકાલની યુવાપેઢીને એ જ ખબર નથી કુળદેવી એ કુળદેવતા એટલે શું? એ કોણ હોય છે?

આપણે તેને પૂછીએ તમારા કુળદેવી કોણ છે? ક્યાં છે? તો તે જવાબ આપી શકતા નથી, આમાં બાળકોનો કોઈ વાંક નથી.

જે દોષ છે તે તેના માતા-પિતા અને પરિવારનો છે કેમકે આપણે કોઈ વખત બાળકોને આ બાબત વિષે ધ્યાન દોર્યું જ નથી એટલા માટે પહેલેથી જ બાળકોને આપણા ધર્મ પ્રત્યે શિક્ષા આપો અને તેના પ્રત્યે લગાવ કરાવો.

આપણા કુળદેવી કે કુળદેવતા ભાવ ભક્તિના ભૂખ્યા છે, જો તેનામાં શ્રદ્ધા રાખીશું તો આપણા માટે સારું છે અને નહિ રાખીશું તો તેમને કોઇ નુકસાન નહીં થાય.

બોડાણા હંમેશા ડાકોરથી દ્વારકા પૂનમ ભરવા માટે જતા હતા પરંતુ જ્યારે તેમની ઉંમર વધી ગઈ ત્યારે ભગવાન પાસે માફી માંગી કે હવે મારાથી દ્વારકા નહિ અવાય ત્યારે ભગવાન સ્વયં ડાકોરમાં આવી ગયા.

ભક્તોના પ્રેમમાં નિખાલસતા અને સચ્ચાઈ હોવી જોઈએ.

જે માં જગડુશાના વહાણ ઉગારી શકતી હોય, જે પ્રભુ અર્જુનના રથના સારથી બની શકતા હોય તેની કૃપા વિષે શંકા ના હોય
કુળદેવી, કુળદેવતા બધાની ઈચ્છા પૂરી કરે.

જો તમે કુળદેવીને માનતા હોય તો આ મેસેજને શેર કરીને બીજા લોકોને એમનું મહત્વ જણાવજો જેનાથી બીજા લોકોમાં પણ કુળદેવી અને કુળ દેવતા પ્રત્યે શ્રદ્ધા વધે અને જો નહી હોય તો જાગૃત થશે!!

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

 

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

 

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.