Uncategorized

સૌરાષ્ટ્ર ના અનોખા સંત શ્રી કાળુબાપુની આ વાતો કોય નહી જાણતા હોય…સંત શ્રી કાળુબાપુ હડમતીયાવાળા…

આપણા સૌરાષ્ટ્ર મા અનેક સંતો થય ગયા. અને આજે પણ સૌરાષ્ટ્ર મા જેટલા અન્ન ક્ષેત્રો ચાલે એટલા દુનીયા મા ક્યાય નહી ચાલતા હોય એ આપણા સૌરાષ્ટ્ર ની ખાસીયત છે.

અને એમા પણ સંતો નુ નામ પડે એટલે ભાવનગર ના બગદાણા મા બાપા સીતારામ નુ નામ યાદ આવે બાપા સીતારામ સિવાય પણ અનેક સંતો આપણા સૌરાષ્ટ્ર મા થય ગયા છે. પરંતુ આજે અમે તમને જેની વાત કરવા જય રહ્યા છીએ એ સંત શ્રી કાળુબાપુ ની છે.

? ભક્તિ & ધર્મ Images ꧁༒·︻̷̿┻̿═━一jα∂α√ αท¡ℓ༒꧂ - ShareChat - ભારતનું  પોતાનું ભારતીય સોશ્યલ નેટવર્ક

ભાવનગર ના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે સંત શ્રી કાળુબાપુ નો આશ્રમ આવેલો છે જયા રોજ અનેક શ્રધ્ધાળુ આવે છે અને આસ્થા નુ સ્થાન બન્યુ છે.

આ આશ્રમ ખુબ વિશાળ છે અને રોજ અન્ન ક્ષેત્ર ચાલે છે અહી જે કોઈ આવે એ ભુખ્યા પેટે જતુ નથી. અને આશ્રમ દ્વારા દર વર્ષે સમુહ લગ્ન નુ આયોજન પણ કરવામા આવે છે.

આ આશ્રમ ના સંત ની ખાસ વાત એ છે કે બાપુ નુ જીવન એક દમ સાદુ છે શારીરિક પર કંતાન ના વસ્ત્રો અને અને હંમેશ ના માટે મૌન રહે છે.અને પોતાની ઝુપડી મા કલાકો સુધી ધ્યાન ધરે છે.

આજ ના જમાના મા પણ કાળુબાપુ જેવા સંતો હયાત છે જે મોધીદાટ મોટરકાર અને આઈ ફોન જેવા ફોન ઉપયોગ નથી કરતા પણ સાદુ જીવન જીવ મા અને લોકો ને ઉપયોગી થવામાં માને છે હાલ કોરોનાકાળ ના હિસાબે આશ્રમ ના અનેક ધાર્મિક કાર્યક્રમો બંધ છે. કાળુબાપુ અત્યાર સુધી મા અનેક ગામો મા સમુહ લગ્ન કરાવ્યા છે અનેક દિકરીઓ ને અને તેમના પરીવાર જનો ને મદદ રૂપ થયા છે.

Saurashtragroup: સંત શ્રી કાળુબાપુ (મુની આશ્રમ-હડમતીયા)...

ઘણા લોકો નુ કહેવુ છે કે બાપુ એ ઘણા વર્ષો થી અન્ન નો દાણો મોઢા મા નથી નાખ્યો તેવો ભોજન મા મોટે ભાગે દૂધ પીવે છે. બાપુ મોટા ભાગે ધ્યાન મા રહે છે

અને ભાગ્યે જ દિવસ મા એક વાર પોતાની જુપડી માથી બહાર આવે છે બાપુ હંમેશા કંતાન ના કપડા પહેરે છે. અને કહેવાય છે કે નસીબ હોય તેને જ બાપુ ના દર્શન થાય. હડમતીયા આશ્રમ ની મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે જગ્યા કેટલી શાંતિમય અને વિશાળ છે. ખરેખર ધન્ય છે મારા સૌરાષ્ટ્ર ને કે જ્યા આવા મહાન સંત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *