તમને માનવામાં પણ નહીં આવે તેવો એક કિસ્સો ગુજરાત રાજ્યના નડિયાદ શહેરમાં સામે આવ્યો છે. આ કિસ્સામાં પ્રથમ પત્નીને સંતાન ન હોઈ, ત્યારે પોતાની પત્ની હયાત હોવા છતાં
બીજા લગ્ન કરી પોતાની બીજી પત્ની પર પોતાના મિત્ર સાથે મળી અવારનવાર સામુહિક દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ કઠલાલ સ્થાનિક પોલીસ સ્ટેશને નોંધાતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. કઠલાલ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી વધારાની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાત રાજ્યના કપડવંજ તાલુકાના રતનપુર ગામે રહેતાં ભગવાન કલાજી પરમારની પહેલી પત્નીને સંતાન ન હોવાથી પોતાની પત્ની હયાત હોવા છતાં તેને ગાંધીનગર તાલુકાના દહેગામ મેલડીમાતા વાળા મંદિરની પાછળ રહેતી ૨૨ વર્ષીય યુવતી સાથે ગત તા. ૨૬-૫-૨૦૧૯ ના રોજ લગ્ન કર્યા હતા.
બાદમાં લગ્નના ૧૦ જ દિવસમાં ભગવાન પરમાર પોતાની પત્નીને તા.૭-૬-૨૦૧૯ ના રોજ કઠલાલ તાલુકાના કાણીયેલ નજીક આવેલ કાલેતર ગામે રહેતા પોતાના મિત્રને ત્યાં લઈ ગયો હતો. જ્યાં આ શખ્સે પોતાના મિત્ર રવિન્દ્ર કુમાર ઉર્ફે રવિ દલપતસિંહ ઝાલા સાથે મળીને પોતાની બીજી પત્ની સાથે મારઝુડ કરી તેની પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.
આટલુ પણ ઓછું હોય તેમ ત્યારબાદ ભગવાન કલાજી પરમાર પોતાની પત્નીને રવિન્દ્ર કુમાર ઉર્ફે રવિ દલપતસિંહ ઝાલા ની બહેનના ઘર લવાલપુર મુકામે લઈ ગયો હતો જ્યાં અવારનવાર પરિણીતા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેને લઈને તે ગર્ભવતી બની હતી
બાદમાં ભગવાન કલાજી પરમાર દ્વારા પોતાની પત્નીને તેના ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. આ અંગે ૨૨ વર્ષીય યુવતીએ કઠલાલ સ્થાનિક પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.