હાલ જેની એકત્રિત કરવાની મૌસમ છે,એ શિવલિંગીની વેલના બીજ અંગે જણાવવા ધાર્યું છે.જેથી જરૂરિયાતમંદ જાતે વીણી આવી શકે.
સંતાનસુખથી વંચિત દંપતી માટે આશીર્વાદ સમાન ઔષધિ છે આ શિવલીંગી.બાકી ટેસ્ટ ટ્યુબ બેબી ક્લિનિકમાં દશ લાખ ખર્ચનાર ઘણાં વાંઝ હું હજી બતાવી શકું.નશીબ ચક્રવ્યૂહમાં બિચારાનું.
શિવલીંગી એક એવી અદ્દભુત ઔષધીય વનસ્પતિ છે જેના પર્ણો , ફળો,બીજ,મૂળ બધા જ તત્વો ઔષધ ના ઉદેશ્યથી વપરાય છે.
શિવલીંગી કારેલા કુટુંબનો વેલો છે.મુખ્યત્વે ચોમાસાની ઋતુ દરમિયાન આ ઔષધિ વાડોમાં આપમેળે ઉગી આવે છે.આ ઋતુના સમયગાળામાં આ શિવલીંગી એકઠી કરી લેવી જોઈએ.
કારણ કે ફળ પાકતા જ પક્ષીઓ તેના બી ખાઈને ખાલી લાલ ખોખા છોડી જાય છે.ગામડાની લગભગ દરેક વાડમાં આ શિવલીંગીનો વેલો તમને જોવા મળશે.હવે જાણીએ સંતાન સુખ મેળવવા માટે આ ઔષધ કેવી રીતે મદદરૂપ બને છે ?
કોઈ સ્ત્રી ગર્ભધારણ કરવા માગતી હોય તો તેમણે શિવલીંગીના બીજ દુધ સાથે ગ્રહણ કરવા જોઈએ.
માસિકધર્મ ના ૫ દિવસ બાદ ૬ થી ૯ બીજનો પાવડર એક ચમચી ગાયના ઘી તથા ગાયના દુધ સાથે મિક્સ કરી ગ્રહણ કરવામાં આવે તો લાભદાયક રહે છે.એવું લીલાધરઆનંદે જાણ્યું છે.અને
હા,જંક ફૂડ,પાપડ અથાણાં જેવા ખોરાકની પરેજી રાખી કબજીયાત દૂર કરવી આવશ્યક ગણાય.ચાલવું ફાયદાકારક સાબિત થાય હો.
બીજું વધારામાં આ બીજનો પાવડર પુરૂષોના સ્પર્મ વધારવામાં પણ ફાયદાકારક બને છે.શિવલીંગીના બીજ ને ગોળ સાથે ભેળવી નાની ગોળીઓ બનાવી ૧૫ દિવસના સમયગાળા માટે નિયમીત સવાર-સાંજ લેવી.
શિવલીંગીના બીજ નો આકાર શિવલીંગ જેવો લાગતો હોવાથી તેને શિવલીંગી તરીકે અને બ્રયોનોપપ્સિસ લેસિનિયોસા તરીકે ઓળખવામાં આવે છે.
પાતલકોટના ગૌંડ અને ભારીયા જનજાતિનાં લોકો આ છોડની પુજા-અર્ચના કરે છે.આ લોકો એવુ માને છે કે જે કોઈને સંતાન પ્રાપ્તિ થતી નથી તેના માટે એક ઔષધિ વરદાન સ્વરૂપ છે.
પાતલકોટના અનુભવી વૈદ્યોના અનુસાર જો કોઈ સ્ત્રીના માસિક પુરા થયાના ૫ થી ૭ દિવસના અંદર શિવલીંગીના બી ગ્રહણ કરવામાં આવે તો તે સ્ત્રીની ગર્ભ ધારણ કરવાની શક્યતા વધી જાય છે.
ડાંગ-ગુજરાતના આદીવાસીઓએ ભેગા મળીને શિવલીંગીના બીજ નો ઉપયોગ કરી અવનવો નુસ્ખો તૈયાર કર્યો છે.
જેથી, આવનાર શિશુ તંદુરસ્ત તથા બળવાન જન્મે.આમ આદિવાસીઓ આ પ્રયોગ ને સંતાન પ્રાપ્તિ માટે ઉત્તમ ગણે છે. પરંતુ,આ પ્રકારના પ્રયોગનો આધુનિક વિજ્ઞાન સ્વીકાર કરતુ નથી.
પરંતુ હાલ પણ ઘણા લોકો આવા જાણકારોની મુલાકાતે આવે છે અને સંતાન પ્રાપ્તિનુ સુખ મેળવે છે.વિશ્વાસ એ એક એવી શક્તિ છે કે જેને કોઈ વૈજ્ઞાનિક તારણ કે સમીકરણ ઉકેલી શકતુ નથ