Uncategorized

શું તમે જાણો છો ફરાળ માં વપરાતા સાબુદાણા અનાજ માંથી નહિ પરંતુ આ વસ્તુ માંથી બને છે? જાણો કઈ વસ્તુ છે એ

સાબુદાણા એક એવી ફળાહારી વસ્તુ છે જેનાથી વ્રત માં સૌથી વધુ વસ્તુ બનાવામાં આવે છે. ખીચડી, ખીર, વડા, નમકીન પાપડ વગેરે વ્રત માં ખુબજ પસંદ કરવામાં આવે છે. આને સૌથી શુદ્ધ પણ માનવામાં આવે છે.

ભારતીય લોકો વ્રત માં સાબુદાણા થી બનેલી વસ્તુ નો ઉપયોગ 40 ના દશક થી કરતા આવે છે. પરંતુ શું તમે જાણવા માંગો છો કે વ્રત માં સૌથી શુદ્ધ માનવામાં આવતા સાબુદાણા કઈ વસ્તુ માંથી બને છે? તેને બનાવની પ્રક્રિયા શું છે? શું તે અનાજ થી બને છે?

સાબુદાણા કોઈ અનાજથી નથી બનતા પરંતુ તે સાગો પામ નામના એક વૃક્ષ ના ગુદા થી બને છે. સાગો એક તાડની જેમજ એક વૃક્ષ છે. આ મૂળરૂપથી પૂર્વ આફ્રિકા નો છોડ છે. આ વૃક્ષ એટલું મોટું થઇ જાય છે કે તે નો વચ્ચે નો હિસ્સો પીસીને પાવડર બનાવવામાં આવે છે.

ત્યારબાદ આ પાવડરને છાળી ને ગરમ કરવામાં આવે છે જેનાથી તેના દાણા બની શકે. સાબુદાણા ના નિર્માણ માટે એકજ કાચો માલ છે ટેપિઓકા રૂટ જેને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કસાવા ના રૂપમાં ઓળખવામાં આવે છે. વસાવા સ્ટાર્ચ ને ટેપિઓકા કહેવામાં આવે છે.

ભારતમાં સાબુદાણા ટેપિઓકા સ્ટાર્ચ થી બનાવવામાં આવે છે તેને બનાવવા માટે કસાવા નામનું કંદ નો ઉપયોગ કરવામાં આવે છે જે શકરીયા જેવું હોય છે. તેને વાસણમાં કાઢીને આઠ-દસ દિવસ સુધી રાખવામાં આવે છે અને રોજે તેમાં પાણી નાખવામાં આવે છે. આ પ્રક્રિયાને ચાર છ મહિના સુધી વારંવાર કરવામાં આવે છે ત્યારબાદ બની રહેલા ગુદા ને કાઢીને મશીન માં નાખવામાં આવે છે અને આ પ્રકારે સાબુદાણા પ્રાપ્ત થાય છે.

જેને સુકાવીને ગ્લુકોઝ અને સ્ટાર્ચ બંને પાવડર ની પોલીસ કરવામાં આવે છે અને આ રીતે સફેદ મોતી જેવા જોવા મળતા સાબુદાણા બજારમાં આવવા માટે તૈયાર થઈ જાય છે.

કસાવા મૂળ રૂપ થી બ્રાઝીલ અને આસપાસના દેશો નો છોડ છે પરંતુ થોડાક લોકોનું માનવું છે કે ભારતમાં સાબુદાણા બનાવવાની એક પ્રક્રિયા ખૂબ જ ગંદી છે તેને પગથી મેષ કરવામાં આવે છે પરંતુ આવું નથી. હવે તે સંપૂર્ણ રીતે મશીનથી સાબુદાણા બનાવવામાં આવે છે.

ભારતમાં તમિલનાડુના સેલમ જિલ્લામાં કસાવા ની સૌથી વધુ ખેતી થાય છે. તમિલનાડુના સેલમ માં સૌથી વધુ ટેપિઓકા સ્ટાર્ચ ના પ્રોસેસીંગ પ્લાન્ટ પણ છે. કસાવા છોડ ના મૂળ આરંભ દક્ષિણ અમેરિકામાં થયો અને ભારતમાં 1943-44 માં સૌથી પહેલા સાબુદાણા ઉત્પાદન ખુબજ નાના સ્તર પર થયું. ટેપિઓકા ની જડો થી દૂધ કાઢીને ગાળીને અને દાણા બનાવીને એક કુટીર ઉદ્યોગ ના આ ગ્રુપમાં બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ.

સાબુદાણા જલ્દી પચવાની સાથે-સાથે હળવો અને પૌષ્ટિક પણ હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેડ ઘણી માત્રા માં મળી રહે છે અને એ કેલ્શિયમ અને વિટામિન સી ની થોડી માત્રા પણ મોજુદ હોય છે. આ કારણ વ્રતમાં તેમનાથી બનેલી વસ્તુઓ ખાવાનું ચલણ વધી રહ્યું છે જ્યાં પહેલા ખીચડી બનતી હતી અને હવે પાપડ નમકીન ભેળ અને બીજી અન્ય વસ્તુઓ પણ બનવા લાગી છે જેને વ્રત ધારી લોકો ખાય છે

Leave a Reply

Your email address will not be published.