જો માથામાં દુખાવો થાય છે ત્યારે ખૂબ જ ભયાનક હોય છે. તેમાં વ્યક્તિને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. એટલા માટે તેનાથી છુટકારો મેળવવા માટે આયુર્વેદમાં અનુલોમ વિલોમ કહેવામાં આવ્યું છે જે એક યોગ છે.
એટલા માટે જો તેને દસ મિનિટ સુધી કરવામાં આવે તો તમને ઘણો સારો એવો લાભ મળી શકે છે કેમ કે આપણું નાક બે ભાગમાં વહેંચાયેલું હોય છે.
ડાબુ સ્વર અને જમણો સ્વર જેનાથી આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ. પરંતુ તે બિલકુલ અલગ અલગ અસર કરે છે અને તમે એક નાકથી તે ફરક મહેસૂસ પણ કરી શકો છો. તમને કહી દઈએ જમણું નાસિકા ચિત્ર સૂર્ય અને ડાબું આશિકા છિદ્ર ના લક્ષણો દર્શાવે છે.
જ્યારે તમને માથામાં દુખાવો થાય છે ત્યારે તે દરમિયાન જમણા નાસિકા છિદ્ર ને બંધ કરી લો અને ડાબા નાકથી શ્વાસ લો. તમે જોશો કે પાંચ મિનિટમાં તમારો માથાનો દુખાવો ગાયબ થઈ જશે. તે એકદમ સરળ અને સટીક ઉપાય છે.
જો તમને થાક મહેસુસ થઇ રહ્યો હોય તો તમારે આ ઉપાય ઉંધી રીતે કરવાનો છે. એટલે કે ડાબા નાસિકા ને બંધ કરો અને જમણા નાસિકા છિદ્ર થી શ્વાસ લો. થોડા જ સમયમાં તમે ખૂબ જ તાજુ એવું તાજુ મહેસૂસ કરશો.
આના સિવાય તમે નીચે આપેલા થોડા ઉપાયો પણ કરી શકો છો
માથાના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે આયુર્વેદ ના નુસખા પણ અપનાવી શકો છો.
નારિયેળ પાણીમાં ચોખા ધોયેલા પાણીમાં સૂંઠનો પાઉડર લેપ બનાવીને માથા ના ભાગ ઉપર લગાવવાથી આરામ મળે છે.
સફેદ સુતરાઉ કાપડ ને પાણીમાં પલાળીને માથાના ભાગે ઉપર રાખવાથી આરામ મળે છે.
સફેદ ચંદન પાવડર ને ચોખા ધોયેલા પાણીમાં ઘસીને લેપ લગાવવાથી ઘણો લાભ થાય છે.
લસણને પાણીમાં પીસીને લેપ લગાવવાથી માથાના ભાગે થતો દુખાવાથી લાભ મળે છે.
લીલા ધાણાને પીસીને તેનો લેપ માથા ઉપર લગાવવાથી સારો એવો લાભ મળે છે.