મિત્રો , બ્લેક સોલ્ટ ને આપણે ફક્ત રસોઈઘર ના એક સામાન્ય મસાલા તરીકે ઓળખાય છે. પરંતુ , શુ તમે જાણો છો કે આ બ્લેક સોલ્ટ એ અનેક પ્રકાર ના ઔષધિય ગુણતત્વો ધરાવે છે. આ બ્લેક સોલ્ટ ના સેવન થી તમે કબજીયાત , ગેસ , એસીડીટી , અપચો , પેટ મા સોજો ચડિ જવો , થાઈરોઈડ વગેરે જેવી સમસ્યાઓ મા થી મુક્તિ મેળવી શકો છો.
જો તમે એક નિરોગી અને તંદુરસ્ત જીવન વ્યતીત કરવા ઈચ્છતા હોવ તો નિયમીત ગરમ પાણી સાથે આ બ્લેક સોલ્ટ નુ સેવન કરવા નુ શરૂ કરી દો. આના સેવન થી તમારુ બ્લડપ્રેશર પણ નિયંત્રણ મા રહે છે. ચાલો , આ બ્લેક સોલ્ટ વિશે થોડુ વિસ્તૃતમા જાણીએ.
આ બ્લેક સોલ્ટ મા મેગ્નેશિયમ , કેલ્શિયમ , પોટેશિયમ , ફોસ્ફરસ , વિટામીન એ , વિટામીન બી , વિટામીન સી અને લોહતત્વ જેવા અનેક પ્રકાર ના પોષક તત્વો સમાવિષ્ટ છે જે તમારા શરીર ના સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા મા સહાયરૂપ સાબિત થાય છે.
આ બ્લેક સોલ્ટ ના નિયમીત સેવન થી તમારી પાચનશક્તિ મજબૂત બને છે અને તમે ભારે આહાર સરળતા થી પાચન કરી શકો. આ ઉપરાંત મુખ મા આવતી દુર્ગંધ પણ દૂર થાય છે તથા પાચનતંત્ર મજબૂત બને છે અને તેના કારણે આપણે મોટાપા જેવી અન્ય સમસ્યાઓ થી પીડાતા નથી.
મોટાભાગે બધા લોકો ના ઘર મા વ્હાઈટ સોલ્ટ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ , વ્હાઈટ ની સાપેક્ષ મા બ્લેક સોલ્ટ નુ સેવન તમારા શરીર ના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. બ્લેક સોલ્ટ ના સેવન થી તમે હાડકા મા થતા દર્દ તથા સાંધા મા થતા દુઃખાવા મા થી મુક્તિ મેળવી શકો.
આ માટે એક કપડા મા બ્લેક સોલ્ટ લઈ આ કપડા ની પોટલી વાળી તેને ગરમ કરી ને શરીર ના જે ભાગ પર દર્દ થતો હોય ત્યા શેક લેવો. જેથી , આ સમસ્યા મા થી મુક્તિ મળે. જો તમે ગેસ તથા એસિડીટી જેવી સમસ્યા મા થી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો એક માટી ના પાત્ર ને ચૂલ્લા પર રાખી અને તેમા બ્લેક સોલ્ટ ઉમેરી તેને ગરમ કરો.
ત્યારબાદ તેમા થોડુ પાણી ઉમેરો. આ બંને એકસરખા મિક્સ થઈ જાય ત્યા સુધી ઉકાળો. ત્યારબાદ તેને ઠંડુ કરી ને તેનુ સેવન કરી લો એટલે તમારા પેટ મા ઉદ્દભવતી આ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.