Uncategorized

અંબાણીને ટક્કર મારે એવા લગ્ન, લવજી બાદશાહની દીકરીના લગ્નમાં હતો આવો જલસો. લગ્ન માં કર્યો હતો આટલા કરોડ નો ખર્ચો…

હાલમાં અમદાવાદમાં યોજાયેલા પ્રમુખ સ્વામીનાથ મહોત્સવમાં અનેક ભક્તોને સેવા આપવામાં આવી હતી. ગુજરાતના એક બિઝનેસમેનના પરિવારે સૌનું ધ્યાન ખેંચ્યું. સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ લવજીભાઈની પુત્રી પણ તેમના પતિની સાથે તહેવાર દરમિયાન દિવસ-રાત ઉત્સવમાં ભાગ લેતી હતી.

ગોરલ તેની લવજીભાઈ બાદશાહની પુત્રી છે જે લાખો રૂપિયાની કિંમતની આસામી હોવા છતાં તેના માથા પર ગરુડ પહેરીને તહેવારમાં સેવા આપે છે. ગોરલે તેના પતિ મયુર અજમેરા સાથે આખી રાત અને દિવસ પરફોર્મ કર્યું હતું. એ નોંધવું રસપ્રદ છે કે લવજી બાદશાહની પુત્રીએ ગયા વર્ષે એક અદભૂત લગ્ન સમારોહ યોજ્યો હતો.

સુરતના અબજોપતિ ઉદ્યોગપતિ લવજી બાદશાહના આરાધ્ય પુત્રના આ ભવ્ય લગ્નની સુંદરતાથી સમગ્ર સુરત શહેર ઝળહળી ઉઠ્યું હતું. લગ્ન પૃથ્વી પર સ્વર્ગ જેવું હતું. આ લગ્નમાં અભિનેતાઓથી લઈને નેતાઓ સુધીની વિવિધ હસ્તીઓએ હાજરી આપી હતી. બે ત્રણ દિવસ સુધી ચાલેલા સમારોહમાં નૃત્ય અને ગરબા વચ્ચે જીવંત નૃત્ય જોવા મળ્યું હતું.

‘અવધ ગ્રુપ’ હેઠળ કન્સ્ટ્રક્શન સહિતના બિઝનેસ સાથે સંકળાયેલા લવજીભાઈ ડાલિયા એટલે કે લવજીભાઈ બાદશાહની દીકરીના લગ્ન તેમના પોતાના જ મોટા વરાછાના અબ્રામાં રોડ પર આવેલા ‘ગોપીન ફાર્મ’માં યોજવામાં આવ્યા હતા. તાપી નદીના કિનારે આવેલા આ લેવિસ ફાર્મ હાઉસમાં આંજી દેતા લગ્નમાં મહેમાનોનો મેળાવડો જામ્યો હતો.

બિઝમેસમેન લવજી બાદશાહ અને કૈલાસબેનની લાડલી દીકરી ગોરલ ડાલિયાએ પ્રુભુતામાં પગલાં પાડ્યા હતા. સંજયભાઈ અજમેરાના દીકરા મયુર અજમેરા સાથે ગોરલ ડાલિયા લગ્નગ્રંથીથી જોડાઈ હતી. અજમેરા પરિવાર સુરતમાં રિયાલિટી સેક્ટરમાં સંકળાયેલું છે.

 

ત્રણ દિવસ ચાલેલા આ લગ્નમાં સિંગર પાર્થિવ ગોહિલએ પોતાના સૂરથી ગરબારસિકોને ખૂબ ડોલાવ્યા હતા. પાર્થિવ ગુજરાતી અને હિન્દીમાં મિક્સ ગીતો ગાયને ધમાલ મચાવી હતી. જ્યારે લગ્નના દિવસે, લોકગાયક ઓસમાન મીરે પોતાના સૂરથી મહેમાનોને ડોલાવ્યા હતા.

આ આલીશાન લગ્નનું સૌથી આકર્ષણનું કેન્દ્ર હતું ફાર્મ હાઉસમાં ઉભો કરવામાં રજવાડી મહેલ હતો. આ મહેલને ફૂલો અને લાઈટિંગથી શણગારવામાં આવ્યો હતો. મહેલને જોતા જ બે ઘડી મોઢું પહોળું રહી જાય એવી ભવ્યતા હતી.

આ મહેલની આગળ રજવાડી ગેટ લગાવવામાં આવ્યો હતો. જેના પર ફુલો વચ્ચે મોટું ઝૂમ્મર લગાડવામાં આવ્યું હતું. આ ગેટમાંથી અંદર દાખલ થતાં જ અંદરનો ભવ્ય માહોલ કોઈની પણ આંખો પહોળી કરી નાખે દેવો હતો.

આ ઉપરાંત લગ્નના મહેલમાં પાણીની એક કેનાલ બનાવવામાં આવી હતી. જેના પર મહેમાનોને લઈને આકર્ષક બોટ ફરતી હતી. વર્લ્ડ ફેમસ ગ્રીસના વેનિસ સિટી જેવો જ માહોલ ઉભો થયો હતો.આ કેનાલની વચ્ચે એક બ્રિઝ બનાવવામાં આવ્યો હતો.

આ મહેલનીવચ્ચે ઉપર નવદંપતીએ લાઈટિંગ વચ્ચે જબરદસ્ત એન્ટ્રી મારી હતી. બાદમાં નવદંપતી સીડી ઉતરી નીચે આવ્યું હતું અને સ્ટેજ પર વચ્ચોવચ સ્થાન ગ્રહણ કર્યું હતું. જ્યાં મહેમાનોએ આવીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

લગ્નમાં મહેમાનો વચ્ચે ડાન્સ અને ગરબા કરતાં અલગ અલગ ગ્રુપે માહોલને એકદમ જીવંત બનાવ્યો હતો. લાઈટિંગ વચ્ચે ડાન્સ અને ગરબાની જોરદાર રમઝટ બોલી હતી.

લગ્નમાં એકથી એક ચડિયાતા વ્યંજન રાખવામાં આવ્યા હતા. સ્ટાર્ટરથી લઈને ડેઝર્ટ સુધીની આઈટમ ખૂબ સ્વાદિષ્ટ હતી. અનેક જાતની મીઠાઈથી લઈને ભાત-ભાતના પકવાનની મહેમાનોએ લિજ્જત માણી હતી. જમવામાં મોંઘામાં મોંઘી વસ્તુઓ હતી.

આ લગ્નમાં અનેક વીઆઈપી લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતું વાઘાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, ધારાસભ્ય જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી હાજર રહ્યા હતા. ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે પણ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

કોણ છે લવજીભાઈ બાદશાહ?
લવજીભાઈને ડાલિયા સરનેમ તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે, પણ જો લવજીભાઈ બાદશાહ કહેવામાં આવે તો આ નામ બધામાં જાણીતું છે. ભાવનગર જિલ્લાના પાલિતાણાના નાના એવા સેંજળીયા ગામમાં જન્મેલા લવજીભાઈના પરિવારની આર્થિક સ્થિત સારી નહોતી.

આઠ ધોરણ સુધી ભણ્યા પછી તેમણે છોડી દીધું અને 1884માં 15 વર્ષની વયે સુરત આવ્યા. તેમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થતાં રૂપિયા 25 હજારનું નુકસાન થયું. એ પછી એક સંબંધીનું કારખાનું સંભાળ્યું અને પાંચ વર્ષ બાદ વર્ષ 1990માં રૂપિયા 25 હજારના દેવામાંથી મુક્ત થયા. તેમણે વર્ષ 1994 સુધી નોકરી કરી પણ મજા ન આવી એટલે અલગ અલગ બહુ ધંધા ફેરવ્યા.

મિત્રના આગ્રહથી અને ઉછીના પૈસા લઈને મકાન બનાવીને વેચવાનું શરૂ કર્યું. લવજીભાઈને આ કામ માફક આવતું હતું અને ધીમે ધીમે લવજી બાદશાહ નામાંકિત બિલ્ડર બની ગયા. ખંત અને જુસ્સાના જોરે લવજીભાઈએ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી.

આજે લવજી બાદશાહ અબજોનું બિઝનેસ સામ્રાજ્ય ધરાવે છે. રીયલ એસ્ટેટમાં સિક્કો જમાવનારા લવજી બાદશાહે પછીથી અવધ નામે કંપની ખોલી હતી. 2010માં ખોલેલી આ કંપની આજે ગુજરાતની ટોચની રીયલ એસ્ટેટ કંપનીઓમાં એક છે.

2014માં બાદશાહે વેન્ચુરા એરકનેક્ટ નામે કંપની ખોલીને ગુજરાતમાં એર ચાર્ટર્સ તથા એર કાર્ગો વિમાની સેવા શરૂ કરી હતી.. સાથે સાથે લોકોને સસ્તા ભાવે વિમાની મુસાફરી પણ શરૂ કરી છે.

લવજીભાઈ બાદશાહને ‘ભામાશા’ના નામથી ઓળખવામાં આવે છે. લવજીભાઈએ બિઝનેસની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં વતનનું ઋણ અદા કરવામાં પણ ક્યારેય પાછી પાની કરી નથી. બેટી બચાવો બેટી પઢાવોના આશય માટે પાટીદાર પરિવારમાં જન્મેલી દીકરીઓને 2૦૦ કરોડ રૂપિયાના બાદશાહ સુકન્યા બોન્ડ આપવાની નેમ લીધી હતી.

લવજી બાદશાહએ 10 હજાર દીકરીઓને બોર્ડ અર્પણ કરવાની નેમ લીધી હતી. આ ઉપરાંત તેઓ આરોગ્ય, શિક્ષણ, સમાજસેવા, જળસંચય જેવા અનેક કાર્યક્રમો સાથે જોડાયેલા છે.

લવજીભાઈ બાદશાહ જીવનના બોધપાઠ અંગે કરે છે કે, ”મે ક્યારેય વ્યવસાય કે ધંધો મગજ વાપરીને કર્યો જ નથી બધુ વિશ્વાસ ઉપર ચાલે છે, કેટલાક લોકો છેતરીને આગળ વધતા હોય છે અમે તો છેતરાવામાં ફાવી ગયા છીએ. કોઈ એવો ખભો રાખવો જોઈએ. જેના પર માથું ઢાળી હળવા થઇ શકાય, જેને મનની બધી વાત કહી શકાય”

લવજીભાઈ કહે છે કે ”રૂપિયા વપરાવા જોઈએ અને સંબંધો સાચવવા જોઇએ. મને ખવડાવવાનો શોખ છે કોઈ આંગણે આવે તો એ ભૂખ્યો ન જવો જોઈએ. ભૂખ્યા કાજે ભોજન બનવામા જીવનની ધન્યતા અનુભવાય છે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *