ઘણા લોકો નીંદર માં બબડતા હોય છે. અને અમુક ને નીંદર માં અવાજ કરવાની ટેવ હોય છે આ તો એક સામાન્ય બાબત છે. પણ ઘણી વાર એવું થાય છે કે આપણને એવું લાગે કે સુતા સુતા આપણે પડી ગયા. અથવા કોઈ ઝટકો લાગ્યો. આવું થવાથી આપણી નીંદર પણ બગડી જાય છે.
તમે ક્યારેય આવો અનુભવ કર્યો છે? તમને ક્યારેય આવું લાગ્યું છે કે સુતા સુતા તમે બેડ પરથી પડી ગયા ? કે પછી નીંદર માં હતા અને અચાનક તમે ઉછળી પડ્યા. જો આવું હોય તો તમે હાયપનીક જર્ક અથવા સ્લીપ સ્ટાટર ના શિકાર છો.
આ કોઈ રોગ નથી પણ આપણા સુતા અને જાગતા હોય એ વચ્ચે ની સમસ્યા છે. આવી અવસ્થા માં ઝટકા વધુ લાગે છે જયારે વ્યક્તિ હળવી નીંદર માં હોય છે. આ એક મગજનું રીએક્શન છે. જેના લીધે તમને આવું થાય છે અને તમને આવું લાગે છે કે જે સપનું આવ્યું એ બધું સાચું હતું અને તમે રાડો નાખવા માંડો છો.
વૈજ્ઞાનિકો અનુસાર આ અનુભવ દરેજ વ્યક્તિ ને થતી હોય છે જયારે તે સ્ટ્રેસ માં હોય છે. આવું થવાથી મગજ ને આરામ નથી મળતો અને નીંદર માં ઝટકા લાગે છે. સ્મોકિંગ કરવાથી અથવા શરીર માં આયર્ન ની કમી ને લીધે પણ આવું થાય છે. અમુક દવાઓ પણ આના લીધે જવાબદાર હોય છે.
આ ઝટકા થી બચવા માટે રોજ ઓછા માં ઓછી 8 કલાક ની ઉઘ લો. અને સુતા પહેલા નાહવાનું રાખો જેના લીધે મગજ રિલેક્ષ થઇ જશે. આ ઉપરાંત વ્યવસ્થિત પોસીસન માં સુવું પણ ખુબ જ જરૂરી છે. શવાશન ની સ્થિતિ શ્રેષ્ટ માનવામાં આવે છે.
રાતે સુતા પહેલા કોફી ચા કે સોડા ન પીવી જોઈએ. અને રાતે સુતા પહેલા ક્યારેય હોરર મુવી કે પછી સ્ટ્રેસ આપતી વસ્તુઓ ન જોવી જોઈએ આ ઉપરાંત મગજ માં જોર પડે આવા કામ ન કરવા. રાતે સુતા પહેલા કોઈ મીઠી વસ્તુ અથવા નમકીન વસ્તુ ન ખાવી જોઈએ. આ ઉપરાંત જે ખોરાક માંથી આયર્ન મળતું હોય તેનું સેવન કરવું અને સુતા પહેલા મોબાઈલ સાઈલેંટ કરી દો જેથી નીંદર માં ખલેલ ન પડે.