કોમી એકતાના અને ઉદાહરણો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે મોગલ ધામ કબરાઉમાં આવો જ એક કિસ્સો સામે આવતા લોકોએ ધન્યતા અનુભવી હતી. વાસ્તવમાં એક મુસ્લિમ પરિવાર મણીધર બાપુના દર્શને પહોંચ્યો હતો. દરરોજ સેકડો લોકો પોતાની માનતા લઈને માં મોગલ ધામ, કબરાઉ પહોંચે છે.
પરંતુ આજે જે બન્યું તેવું પહેલા ક્યારેય નહોતું બન્યું. આવું પહેલી વાર બન્યું છે કે, કોઈ મુસ્લિમ પરિવાર માં મોગલ ધામ પહોંચ્યો હોય. આમ તો સામાન્ય રીતે દરરોજ કેટલાય શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી થતા કબરાઉધામ મણીધર બાપુના ચરણે આવે છે. પરંતુ પહેલીવાર કબરાઉ ધામમાં મુસ્લિમ પરિવારને જે લોકો ચોકી ઉઠ્યા હતા.
ત્યારે મણીધર બાપુએ આ મુસ્લિમ પરિવારને જે શિખામણ આપી હતી તે આપણે દરેકે જીવનમાં ઉતારવા જેવી છે. મણીધર બાપુએ મુસ્લિમ પરિવારને જણાવ્યું હતું કે, આપણો દેશ એકતા અને ભાઈચારાનો દેશ છે. વધુમાં મણીધર બાપુએ કહ્યું કે, ‘પહેલા તમારા ખુદા, પછી અમારી માં…. ગીતા હોય કે, કુરાન બંને સરખું જ છે.’
મુસ્લિમ મહિલા તરફ હાથ ચીંધી મણીધર બાપુએ તેમને જન્મ આપનારી માં નું બિરુદ આપ્યું હતું. મણીધર બાપુએ એમ પણ કહ્યું હતું કે ‘હું હિંદુ-મુસલમાનમાં નથી માનતો, હું તેનો વિરોધ કરું છું.’ એક હિંદુ સાધુના મોઢે ‘ખુદા પહેલા અને માં પછી…’ આ શબ્દો સાંભળી મુસ્લિમ પરિવારને પણ હ્રદયમાં શ્રદ્ધા થઇ હતી.
હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકોએ આ વિડીયો પસંદ કરી લોકોને શેર કર્યો હતો. ખરેખર મણીધર બાપુએ હિંદુ મુસ્લિમ કોમી એકતા માટે અનોખો સંદેશ પૂરો પાડ્યો છે.