હાલ ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્નના રીતિ-રિવાજો અને લગ્નપ્રસંગોમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે.
લગ્નની કંકોત્રીમાં પણ આધુનિકતાનો સ્પર્શ છે અને લગ્નને યાદગાર બનાવવા માટે ખાસ લગ્નની કંકોત્રી બનાવવામાં આવે છે. ત્યારે આજે આપણે એવા જ ખાસ લગ્નની કંકોત્રી વિશે વાત કરીશું
આજકાલ સોશ્યિલ મીડિયાના જમાનામાં સોશિયલ મીડિયા પર કંઈ પણ વાયરલ થાય છે, ત્યારે હવે સુનરાતના રાદડિયા પરિવારની કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે
અને લોકો ઘણું બધું લખી રહ્યા છે, ખાસ કરીને આ લગ્નની કંકોત્રી. ફેસબુકના અલગ-અલગ પેજ અને ગ્રૂપ પર તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તો ચાલો જાણીએ આ કંકોત્રી મામાં શું ખાસ છે?
સૌપ્રથમ આ લગ્ન કંકોત્રી ની વાત કરવા મા આવે તો આ લગ્ન કંકોત્રી સુરત ના કાર્તિક રાદડીયા નામ ના યુવાન ના લગ્ન ની છે. કાર્તિક ના લગ્ન આવનર તારીખ 1-2-2023 ના રોજ યાજાનાર છે.
ત્યારે આ પ્રસંગ ને યાદગાર બનાવવા માટે આ ખાસ ડીજીટલ કંકોત્રી બનાવવા મા આવી છે. સામાન્ય રીતે કંકોત્રી ચાર પાનાની હોય અને લગ્ન પ્રસંગો નો ઉલ્લેખ હોય પરંતુ કાર્તિક ના લગ્ન ની કંકોત્રી ચાર પાના થી વધુ ની છે.
આ ઉપરાંત લગ્ન કંકોત્રી ના અલગ અલગ પેજ પર અલગ અલગ પ્રકાર ની સરકારી યોજના વિશે માહિતી આપવામા આવી છે. જેમા ખાસ કરી ને વ્હાલી દીકરી યોજના, વિધવા પુન: લગ્ન યોજના , કુંવરબાઈનુ મામેરુ , વૃધ્ધ સહાય યોજના આ ઉપરાંત અન્ય યોજનાઓ ની માહીતી આપવાવા મા આવી છે. આટલુ જ નહી આ કંકોત્રી મા સરદાર વલ્લભભાઈ પટેલ , ભગતસિંહ અને છત્રપતિ શિવાજી મહારાજ ની તસ્વીરો પણ જોવા મળી રહી છે.
સમાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે લગ્ન પતે પછી કંકોત્રી નો ઉપયોગ રહેતો નથી પરંતુ સુરત ના રાદડીયા પરીવાર અનોખી પહેલ કરી છે અને લગ્ન બાદ પમ આ કંકોત્રી અનેક પરીવાર ને ઉપયોગી થશે અને લોક જાગૃતી પણ આવશે તેવુ જરૂર કહી શકાય.