ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીં અનેક નાના-મોટા અને પ્રાચીન મંદિરો આવેલા છે, જેમાંથી કેટલાક મંદિરો પોતાની રીતે વિશેષ બની ગયા છે, કારણ કે અહીં આવનારા ભક્તોને કોઈને કોઈ ચમત્કાર જોવા મળે છે. એમ કહી શકાય કે આજે પણ તમામ મંદિરોમાં દેવી-દેવતાઓ બિરાજમાન છે.
આ મંદિરોમાં દરરોજ દૂર-દૂરથી હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. જ્યારે દર્શન માટે આવતા ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને વછરાદાદાના મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે ગાય માટે પોતાનું બલિદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે.
એટલે કે ગયો માટે તેઓનું મસ્તક શરીરથી અલગ થઇ ગયું હોવા છતાં તેઓ સતત લડતા રહ્યા હતા. જો કે તેમનું મસ્તક જ્યાં પડ્યું હતું ત્યાં આજે એક મંદિર રહ્યું છે જ્યાં તેમની પૂજા કરવામાં આવે છે. માન્યતા મુજબ જોવામાં આવે તો આજ થી ૯૬૦ વર્ષ પહેલા સોલંકી કુલભૂષણ વીરસિંહ વાછરા દાદાએ લૂંટારુઓથી ગાયોના રક્ષણ માટે મોટી લડાઈ કરી હતી.
આ લડાઈમાં તેમનું મસ્તક વચ્છરાજપુરમાં આવીને પડ્યું હતું ત્યારપછી વાછરા દાદાએ એકલા હાથે મસ્તક વગર તેઓ અહીંથી ૧૮ કિલોમીટર દૂર વચ્છરાજ બેટ સુધી એકલા હાથે જ લૂંટારૂઓ સાથે લડતા રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે એકવાર ૨૫ વર્ષના યુવકને સ્વપ્નમાં આવીને તેમને દર્શન આપ્યા હતા.
અને કહ્યું કે તેમના આ સ્થાને એક શીલાની સ્થાપના કરીને તેમની પૂજા કરે, હાલમાં અહી મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું. જયારે મંદિર પાસે રહેલ એક ઝાડ આવેલ છે, માન્યતા છે કે અહી રહેલ ઝાડમાંથી પાનને પ્રસાદી તરીકે લેવામાં આવે તો કોઈ પણ સમસ્યાઓ દૂર થાય છે. અહી દરરોજ મોટી સંખ્યામાં દાદાના દર્શને ભક્તો આવતા રહે છે.