હિંદુ ધર્મ મા દેવી-દેવતાઓ ના પૂજન નુ ખુબ જ અનેરુ મહત્વ હોય છે. જેથી મનુષ્ય ને અનેક લાભો મળતા હોય છે. પ્રભુ ની ભક્તિ હંમેશા સાચા હ્રદય થી કરવી જોઈએ અને હંમેશા સત્ય ના માર્ગ નુ આચરણ કરવુ જોઇએ. જેઓ ફક્ત પૂજન કરવા નો દંભ કરે છે તેમને કોઈ ફાયદો થતો નથી.
આપણા દેશ મા હિન્દુ ધર્મ ના અઢળક દેવસ્થાનો છે. આમા અઢળક પુરાતન મંદિરો આવેલા છે. જેના વિશે ઘણા લોકો હજુ જાણતા નથી. જે જાણી ને દરેક ને નવાઈ થશે. કારણ કે આ દેવસ્થાનો સામાન્ય નથી પરંતુ , ચમત્કારીક છે. ચૈત્ર નવરાત્રી ના પ્રથમ દિવસે હિન્દુ લોકો નુ નવુ વર્ષ ઉજવવા મા આવે છે.
નવરાત્રી ના પહેલા દિવસે, મા દુર્ગા ના શૈલપુત્રી રૂપ નુ પૂજન-અર્ચન કરવા મા આવે છે. હાલ તમને અમે એક કાનપુર સ્થિત હજાર વર્ષ પ્રાચિન બારા દેવી ના દેવસ્થાન વિશે વાત કરી રહ્યા
છીએ,. આ દેવસ્થાન અંદાજિત ૧૭૦૦ વર્ષ પ્રાચિન છે. બારા દેવી નુ આ પુરાતન દેવસ્થાન કાનપુર ના દક્ષિણ ભાગ મા આવેલુ છે.
એક અહેવાલ મુજબ , કાનપુર ના દક્ષિણ બાજુ ના મોટાભાગ ના એરીયાઓ બારા દેવી ના નામે ઓળખવા મા આવે છે. આ એરીયા ની બેન્કો ના નામ પણ બારા દેવી ના નામ ઉપર થી રાખવા મા આવ્યુ. અહી ના લોકો બારા દેવી ને ખૂબ જ માને છે અને આદર-સત્કાર સાથે તેમનુ પૂજન કરે છે. આ દેવસ્થાને લોકો અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવે છે. આ દેવસ્થાન અત્યંત પ્રાચિન છે પરંતુ તેના ઉદ્દભવ વિશે કોઈ ને પણ ખ્યાલ નથી.
ત્યા ના સ્થાનિક લોકો ના મત મુજબ તથા એક એ.એસ.આઈ એ મંદિર નુ એનાલીસીસ કર્યુ ત્યારે જાણવા મળ્યુ કે આ દેવસ્થાન મા રહેલી પ્રતિમા ૧૫૦૦-૧૭૦૦ વર્ષ પ્રાચિન છે. અહી ના મંદિર ના પૂજારી આ અંદિર વિશે એક વાર્તા જણાવે છે કે એકવાર તેમના પિતા ના ક્રોધ ના ભય થી રક્ષણ મેળવવા માટે એકસાથે ૧૨ બહેનો ઘરે થી ભાગી ગઈ.
આ ૧૨ દિકરીઓ ના લીધે આ દેવસ્થાન બારા દેવી તરીકે જણાયુ. એવી માન્યતાઓ છે કે આ બહેનો ના શ્રાપ ને લીધે તેમના પિતા એક પથ્થર બની ગયા હતા.