આપણો દેશ એ પ્રાચીન તથા અદ્ધતન સંસ્કૃતિ ધરાવે છે. આપણા દેશ મા અનેક પ્રકાર ના મહાનુભાવો થઈ ગયા જેમણે અદ્ધતન પ્રાચીન ગ્રંથો ની રચના કરી. આ ગ્રંથો મા નો એક ગ્રંથ છે આયુર્વેદ.
આ આયુર્વેદ શાસ્ત્ર એટલું વિશાળ છે કે જેમા એવા-એવા અનેક નુસ્ખાઓ જણાવેલા છે જેમાં ના એક નુસ્ખા વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું.
આ આયુર્વેદિક નુસ્ખો છે મેથી. મેથી એ પુષ્કળ પ્રમાણ મા ઔષધીય ગુણતત્વો ધરાવે છે.
આ વિશે કદાચ ઓછા લોકો ને ખ્યાલ હશે પરંતુ , મેથી નો ઉપયોગ રસોઈ સિવાય અન્ય ઉપચારો મા પણ કરવામાં આવે છે.
જો તમે મેથી ના દાણા ને પલાળી તેની પેસ્ટ બનાવીને તેને વાળ મા લગાવો તો તમારા વાળ મજબૂત અને ચળકાટ ધરાવતા બને.
આ ઉપરાંત જો તમે ઈચ્છો તો તમે મેથી ની સહાયતા થી તમારું વજન પણ ઘટાડી શકો છો. જો કે મેથી ના દાણા ગરમ પ્રકૃતિ ધરાવે છે માટે તેનો ઉપયોગ માત્ર શિયાળા ની ઋતુ મા જ કરવો.
વજન ઘટાડવા માટે કઈ રીતે મેથી નો ઉપયોગ કરવો તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ :
મેથી ના દાણા મા પુષ્કળ પ્રમાણ મા ફાઇબર સમાવિષ્ટ હોય છે. જો તમે મેથી ના દાણા નો આ ઉપચાર વજન ઘટાડવા માટે અજમાવો છો તો તમને અવશ્ય લાભ થશે. આ ઉપચાર અજમાવ્યા બાદ ચાર થી પાંચ કલાક સુધી ભૂખ લાગશે નહીં.
મેથી ના દાણા નું નિયમિત પરોઢે અને સંધ્યા સમયે સેવન કરવું જોઈએ જેથી તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે. જો તમે મેથી ના કાચા દાણા નું સેવન ના કરી શકતા હોય તો તમે તેને પલાળી ને પણ સેવન કરી શકો છો.
મેથી ના કાચા દાણા નું સેવન કરતાં પલાળેલી મેથી ના દાણા નું સેવન તમારા સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત તમે મેથી ના દાણા સિવાય મેથી ના દાણા પાણી મા પલાળીને તેનું સેવન પણ અવશ્ય કરી શકો છો.
આ માટે તમારે નિયમિત ૧ ચમચી મેથી ના દાણા ને એક ગ્લાસ પાણી મા પલાળી દો. ત્યારબાદ પરોઢે ઉઠીને ભૂખ્યા પેટે આ પાણી નું સેવન કરી લેવું.
આ પાણી નું નિયમિત સેવન તમારા શરીર મા રહેલી વધારા ની ચરબી ને દૂર કરશે અને આપણું બોડી પણ ડિટોક્સ થશે.
આ માટે જો તમે તમારા સ્વાસ્થ્ય ને લાંબા સમયગાળા માટે સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો તમારા રોજિંદા શેડ્યુલ મા મેથી નો સમાવેશ ફરજિયાતપણે કરવો જોઈએ.
આવા તો અસંખ્ય નુસ્ખાઓ વિષે ની ચર્ચા અગાવ પણ થયેલી છે અને હજુ પણ થશે. આપણો આયુર્વેદ ગમે તેવી લાઈલાજ બીમારી ની સારવાર કરવા માટે સક્ષમ છે માત્ર જરૂર છે તેના સાચા રીત તેમજ પ્રયોગ ની.